For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડાની સંસદ પર આતંકવાદી હૂમલો, 1નું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઓટાવા, 23 ઓક્ટોબર: કેનેડાની સાંસદ બહાર કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂન ગોળીઓ વરસાવી. આ ગોળીબારીમાં ઘાયલ થયેલા એક સૈનિકોના મોત નિપજ્યાં છે. ગોળીબારના બાદ તરત જ સંસદને બંધ કરી દેવામાં આવ્યું અને વડાપ્રધાનને સુરક્ષિત બહાર નિકાળવામાં આવ્યા.

પોલીસના અનુસાર કેનેડાની સંસદ, વોર મેમોરિયલ અને એક શોપિંગ મોલમાં બંદૂકધારીઓએ ગોળીઓ ચલાવી. અત્યાર સુધી એક હુમલાવરનું મૃત્યું નિપજ્યું હોવાના સમાચાર આવ્યા છે, જો કે તે હુમલાવર હજુ સુધી પોલીસની પકડથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના પર સંસદની નજીક ગોળીબારી કરવાનો આરોપ છે.

canada-firing

ઘટનાના સમયે સંસદમાં હાજર કેટલાક સાંસદોને પણ પોત-પોતાની ઓફિસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું. આ ઉપરાંત પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આસપાસના લોકોને પણ પોત-પોતાના ઘરોની બારી અને ધાબાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે પોણા દસ વાગે સર્જાઇ હતી. સંસદની બહાર ગોળીઓ ચલાવતાં એક બંદૂકધારીને વોર મેમોરિયલથી સંસદ તરફ દોડતો જોવામાં આવ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછી 20 ગોળીઓ ચલાવવામાં આવી.

થોડા સમય પહેલાં ક્યૂબેકમાં પોલીસ હાથે એક મુસ્લિમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ત્યાં સુરક્ષાના ખતરાના સ્તરને વધારી દેવામાં આવ્યું. બુધવારે સવારે ગોળીબારીને આ ઘટનાને જોડીને જોવામાં આવે છે, જો કે હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી.

English summary
Police enter Canada's Parliament building in Ottawa. At least one person was shot at the National War Memorial nearby, police said, and there were media reports that gunfire was also heard in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X