કેનેડામાં બે કોમ વચ્ચે લોહિયાળ સંઘર્ષ, 10 લોકોની ચાકૂ ઘોંપીને હત્યા, 15 ઘાયલ

કેનેડાના સસ્કેચેવાન પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો.

નવી દિલ્લીઃ કેનેડાના સસ્કેચેવાન પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. બંને કોમના લોકોએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 10 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસ બે આરોપીઓને શોધી રહી છે જે બંને ફરાર છે. પોલીસે જણાવ્યુ હતુ કે સસ્કેચેવાન પ્રાંતના જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડન ગામમાં અનેક સ્થળોએ છરાબાજી થઈ હતી.

crime

આરસીએમપી સસ્કેચેવાનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યુ હતુ કે કેટલાક પીડિતોને શંકાસ્પદ વ્યક્તિ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ અન્ય લોકો પર શા માટે હુમલો કરવામાં આવ્યો તે જાણી શકાયુ નથી. આ અથડામણ શા માટે થઈ તે પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. પોલીસે કહ્યુ કે આજે અમારા પ્રાંતમાં જે બન્યુ છે તે ભયાનક છે. અમે 13 ક્રાઈમ સીન જોયા છે જ્યાં કાં તો હત્યા થઈ છે અથવા લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. અનેક જગ્યાએ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યુ કે આ શખ્સોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે થઈ છે. બંને આરોપીઓને શોધવા માટે સમગ્ર રાજ્યને એલર્ટ પર રાખવામાં આવ્યુ હતુ. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરસીએમપી સસ્કેચેવાનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યુ હતુ કે, 'અમે આરોપીઓને પકડવા માટે તમામ સ્ત્રોતોમાંથી વ્યાપક સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છીએ.' પોલીસે કહ્યુ છે કે બંને આરોપીઓને સવારે 11.20 વાગ્યાની આસપાસ જોવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓના સ્કેચ પણ ફરતા કર્યા છે. 31 વર્ષીય ડેમિયન સેન્ડરસન પાંચ ફૂટ સાત ઈંચ ઊંચો છે. વળી, 30 વર્ષીય માઇલ્સ સેન્ડરસન છ ફૂટનો છે. બંનેના વાળ કાળા અને ભૂરી આંખો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X