For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ

કેનેડા સરકાર આવનારા 3 વર્ષમાં તેમના દેશમાં 10 લાખ નવા શરણાર્થીઓને પરમેનેન્ટ શરણ આપવાની યોજના બનાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે કેનેડા જઈને વસવા ઈચ્છો છો તો બેગ પેક કરી લો અને નીકળી પડો કારણકે આનાથી સારો સમય કદાચ નહિ મળી શકે. કેનેડા સરકાર આવનારા 3 વર્ષમાં તેમના દેશમાં 10 લાખ નવા શરણાર્થીઓને પરમેનેન્ટ શરણ આપવાની યોજના બનાવી રહી છે. કે જે દર વર્ષની વસ્તીનો 10 ટકા હિસ્સો હશે. કેનેડાએ ગયા વર્ષે 2,86,000થી પણ વધુ શરણાર્થીઓને પોતાના દેશમાં પરમેનેન્ટ શરણ આપી છે. વળી, આ વર્ષે આ આંકડો 3,50,000 સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે શરણાર્થીઓ માટે કેનેડા પહેલી પસંદ છે.

canada

રિપોર્ટ અનુસાર 2019 સુધી કેનેડામાં 3,50,000 નવા શરણાર્થી હશે. વળી, 2020માં આ આંકડો 3,60,000 સુધી પહોંચી જશે અને 2021 સુધી દુનિયાભરના અલગ અલગ દેશોમાંથી 3,70,000 શરણાર્થી આ દેશનો હિસ્સો બની શકે છે. આ હિસાબે આવનારા 3 વર્ષોમાં કેનેડામાં 10 લાખથી વધુ નવા શરણાર્થી હશે. કેનેડાના આઈઆરસીસી (Canada's minister of Immigration, Refugees and Citizenship) મંત્રી અહમદ હુસેને કહ્યુ કે, 'નવા ચહેરાઓનું સ્વાગત કરવુ અમારો ઈતિહાસ રહ્યો છે જેમણે કેનેડાને મજબૂત અને આકર્ષક બનાવ્યુ છે.'

હુસેન ખુદ એક શરણાર્થી છે જેમણે સોમાલિયાથી કેનેડામાં શરણ લીધી હતી. હુસેને કહ્યુ કે આનાથી કેનેડાની વસ્તીમાં જે અસંતુલન પેદા થયુ છે તેને ઠીક કરવામાં મદદ મળશે અને લેબર્સ ફોર્સ વધવાથી જન્મદરમાં ઘટાડો આવશે. કેનેડા જે સમયે નવા લોકોને શરણ આપવા જઈ રહ્યો છે તે સમયે અમેરિકા અને પશ્ચિમી દેશોએ પોતાની નવી કઠોર ઈમિગ્રેશન પૉલિસી અપનાવી છે. યુએનના રિપોર્ટ અનુસાર 2017માં 68.6 મિલિયન લોકોને યુદ્ધ, આર્થિક, ધાર્મિક અને સામાજિક ભેદભાવનાથી માંડી હિંસાથી પરેશાન થઈ પોતાના દેશમાંથી પલાયન થવા માટે મજબૂર થવુ પડ્યુ. કેનેડા ખાસ કરીને પોતાના શરણાર્થીઓની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતુ રહ્યુ છે. શરણાર્થીઓની સુરક્ષા માટે કેનેડાએ 5.6 બિલિયન ડૉલરની મદદની પણ ઘોષણા કરી છે.

આ પણ વાંચોઃ CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ CBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

English summary
Canada wants to welcome over 1 million new immigrants
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X