For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેરિસ: આતંકીઓએ બનાવ્યા લોકોને બંધક, કહ્યું શહીદોની જેમ મરીશું!

|
Google Oneindia Gujarati News

પેરિસ, 9 જાન્યુઆરી: આજે સતત ત્રીજા દિવસે પેરિસની પોલીસ 12 લોકોની હત્યા કરીને ભાગેલા આતંકવાદીઓની શોધખોળમાં લાગેલી છે. આ આતંકીઓને શોધવા માટે મોટી સંખ્યામાં પોલીસદળનો કાફલો લગાવી દેવામાં આવ્યો.

આજે પેરિસના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આજે ફાયરિંગના સમાચાર આવ્યા. શંકાસ્પદ કારનો પીછો કરતી વખતે કારમાં સવાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કરી. ફાયરિંગમાં એક શખ્સનું મોત થઇ ગયું જ્યારે ઘણા લોકો ઘાયલ થઇ ગયા. પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હેલીકોપ્ટરને પણ શોધવા લગાવ્યું.

સમાચાર એ પણ છે કે હુમલાખોરોએ કેટલાંક લોકોને બંધ પણ બનાવી રાખ્યા છે. પોલીસે હુમલાખોરોને ઘેરી લીધા છે અને બંધકોને છોડાવવાની કોશીશ કરી રહી છે. બીજી તરફ આતંકવાદીઓનું કહેવું છે કે શહીદની જેમ મરવાનું પસંદ કરીશું.

paris
નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ ત્રણ આતંકવાદીઓએ ચાર્લી એબ્દો મેગેઝીનની ઓફિસ પર હુમલો કરી કરી 12 લોકોની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણે હત્યારાઓ ફરાર થઇ ગયા. જોકે તેમાંથી એક આરોપીએ ગઇકાલે સરેંડર કરી દીધું, જ્યારે 2 આરોરી હજી પણ ફરાર છે. પોલીસને શંકા છે કે તેઓ યમનના કોઇ પણ આતંકી સંગઠન સાથે જોડાયેલા હોઇ શકે છે.

ત્યારબાદ બુધવારે પણ એકવાર ફાયરિંગ કરી હતી. જેમાં એક મહિલા પોલીસ જવાનનું મોત થઇ ગયું હતું. જ્યારે પેરિસમાં મસ્જિદની નજીક એક રેસ્ટોન્ટમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ હાલમાં હુમલાખોરોને ઘેરી લીધા છે, અને તેમને સરેન્ડર કરવા માટે વાતચીત કરી રહી છે.

પોલીસે ગઇકાલે પેરિસમાં થયેલા હુમલામાં સામેલ બંને ભાઇયોને ઉત્તરી ફ્રાંસમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગઇકાલે પેરિસના દક્ષિણ વિસ્તારમાં બંધૂકધારીએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ મેટ્રોથી ફરાર થઇ ગયા. આ ફાયરિંગમાં એક મહિલા પોલીસ જવાનનું મોત થઇ ગયું હતું.

English summary
After two days of bloodshed, fresh firing has been reported in north-east of Paris on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X