For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મનીના કાર્નિવલમાં થાય છે અરબોનો વ્યવસાય

|
Google Oneindia Gujarati News

બર્લીન, 12 ફેબ્રુઆરી: જર્મનીમાં હાલમાં કાર્નિવલની ધૂમ ઉજવણી ચાલી રહી છે. કાર્નિવલ પ્રેમી સંગઠિત મસ્તી પર દરવર્ષે 2 અરબ યુરોનો ખર્ચ થાય છે. આ ખર્ચ કપડાથી લઇને પાર્ટી અને ઝાંકીઓ નિકાળવા પર કરવામાં આવે છે. કોલોન જેવા કાર્નિવલ ગઢમાં તો હોટલોમાં રહેવા અને ટેક્સી ખર્ચ પણ આવે છે.

જર્મનીમાં કાર્નિવલ સાથે જોડાયેલા સમારંભોમાં લાખો લોકો ભાગ લે છે અને આ દરમિયાન લાખો યૂરો ખર્ચ કરે છે. કાર્નિવલના સમયને જર્મનીમાં વર્ષની પાંચમી ઋતુ માનવામાં આવે છે. માર્કેટિંગ વિશ્લેષક પ્રોફેસર યાન વીજેકેનું કહેવું છે કે આર્થિક દ્રષ્ટિએ કાર્નિવલ અનોખું છે અને એના તોલે કોઇ આવે તેવું નથી.

carnival
જર્મન કાર્નિવલ સંઘના જણાવ્યા અનુસાર દર વર્ષે કાર્નિવલમાં 2 અરબ યુરોનો ખર્ષ થાય છે. આ સંઘમાં દેશભરમાં 4700 કાર્નિવલ સંગઠન છે જેના 24 લાખથી પણ વધારે સભ્યો છે. સંગઠિત હોવા અને કાર્નિવલ સાથે પ્રેમ હોવાના કારણે તેઓ માત્ર તેઓ જ મનભરીને ખર્ચ નથી કરતા. કોલોન, ડૂસેલડોર્ફ અને માઇન્સ જેવા શહેર કાર્નિવલના ગઢ છે અત્રે દર વર્ષે લોકો કાર્નિવલની મજા માણવા અત્રે ઉમટી પડે છે.

ઉલ્લેખનીય છે કે તેઓ હોટલોમાં રોકાય છે, રેસ્ટોરન્ટમાં જમે છે અને શહેરમાં મોજથી ફરે છે. આ દરમિયાન તેઓ ઘણું બધુ નાણું શહેરમાં પાથરે છે. ક્લાઉન બનેલા શહેરના લોકોની મોજમસ્તી દેખવા આવનારાઓની સંખ્યા યાન વીજેકેના અનુસાર 10 કરોડથી પણ વધારે હોય છે. આટલી મોટી સંખ્યામાં લોકો શહેરમાં કેટલા બધા નાણાનું આદાનપ્રદાન થતું હશે તેની કલ્પના કરી શકાય છે.

English summary
Carnival in Germany is making lots of money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X