China Earthquake : પૂર્વ ચીનના શેડોંગમાં આવ્યો ભયાનક ભૂકંપ, સર્જી ભારે તારાજી
China Earthquake: પૂર્વ ચીનના શેડોંગ પ્રાંતમાં રવિવારની વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીજીટીએન દ્વારા જણાવ્યા અનુસાર ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, રવિવારની વહેલી સવારના અઢી કલાકે શેડોંગ પ્રાંતના દેઝોઉ શહેરના પિંગયુઆન કાઉન્ટીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
શેડોંગ પ્રાંતમાં આવેલા ભૂકંપના કારણે 10 લોકો ઘાયલ થયા હતા અને ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી, સીજીટીએને યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના અહેવાલને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર શાનડોંગ પ્રાંતના ડેઝોઉ શહેરથી 26 કિમી દક્ષિણમાં 10 કિમીની ઊંડાઈએ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આ પહેલા શનિવારના રોજ અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.












Click it and Unblock the Notifications
