ચીને છેવટે માન્યુ સત્ય - કોરોના વાયરસના પ્રારંભિક સેમ્પલ્સને લેબમાં જ ખતમ કરી દીધા

અમેરિકા અત્યાર સુધી ચીન પર જે આરોપ લગાવી રહ્યુ હતુ, તેની ચીને દબાયેલા સ્વરમાં પુષ્ટિ કરી દીધી છે.

અમેરિકા અત્યાર સુધી ચીન પર જે આરોપ લગાવી રહ્યુ હતુ, તેની ચીને દબાયેલા સ્વરમાં પુષ્ટિ કરી દીધી છે. હૉંગકૉંગથી પ્રકાશિત થતા વર્તમાનપત્ર ચાઈના મૉર્નિંગ પોસ્ટના જણાવ્યા મુજબ ચીને છેવટે એ માની લીધુ છે કે તેણે કોરોના વાયરસના પ્રારંભિક સેમ્પલ્સને નષ્ટ કરી દીધા હતા. પરંતુ ચીને જોર દઈે આ વાત પણ કહી છે કે તેણે આ પગલુ બાયો-સેફ્ટી કારણોના લીધે ઉઠાવ્યુ હતુ. અત્યાર સુધી ચીન આ રીતના તર્કોને ફગાવતુ આવી રહ્યુ હતુ કે તેણે પુરાવાને નષ્ટ કર્યા છે.

હવે આપ્યો બાયો-સેફ્ટીનો હવાલો

હવે આપ્યો બાયો-સેફ્ટીનો હવાલો

ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચએસ)ના વિજ્ઞાન અને શિક્ષણ વિભાગના અધિકારી લ્યૂ ડેંગફેંગે જણાવ્યુ કે સેમ્પલ્સને નષ્ટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ જેથી લેબોરેટરીને અજાણ્યા વિષાણુઓના કારણે થતી ઈમરજન્સીથી બચાવી શકાય અને બાયો સેફ્ટી જળવાઈ રહે. લ્યૂના જણાવ્યુ કે જ્યારે પહેલા વાર વુહાનમાં ન્યૂમોનિયા જેવી બિમારી વિશે જાણવા મળ્યુ તો રાષ્ટ્રીય સ્તરો પ્રોફેશનલ ઈન્સ્ટીટ્યુ્ય એ વિષાણુ વિશે માહિતી ભેગી કરવામાં લાગી ગયા જેમના કારણે ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો હતો. તેમનુ કહેવુ હતુ કે વિસ્તૃત રિસર્ચ અને વિશેષજ્ઞોનુ મંતવ્ય લીધા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો કે અસ્થાયી રીતે વિષાણુને સંભાળવામાં આવે જેના કારણે ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો હતો.

ટ્રમ્પ પ્રશાસનના આરોપ પર આપ્યો આ જવાબ

ટ્રમ્પ પ્રશાસનના આરોપ પર આપ્યો આ જવાબ

આ સાથે જ સેમ્પલ કલેક્શન, તેેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને પ્રયોગાત્મક ગતિવિધિઓ જેમાં સેમ્પલ્સને નષ્ટ કરવા પણ શામેલ હતી, તેના પર બાયો સેફ્ટીની જરૂરિયાતોને લાગુ કરી દેવામાં આવી. ચીની પબ્લિક હેલ્થ કાયદા હેઠળ આવી લેબોરેટરીઝ જ્યાં નિયમોને પૂરા નથી કરવામાં આવી રહ્યા, તેને સેમ્પલ્સને બીજી જગ્યાએ નષ્ટ કરી દેવામાં આવે છે. લ્યૂએ જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસના આ દાવાનો ઉલ્લેખ નથી કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે વાયરસ, વુહાનની એક લેબમાંથી નીકળ્યો છે. લ્યૂએ આ વખતે સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટથી બસ એટલુ કહ્યુ છે કે અમેરિકી અધિકારીઓના નિવેદન બસ લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે.

પોપેયો બોલ્યા જિનપિંગે છૂપાવી માહિતી

પોપેયો બોલ્યા જિનપિંગે છૂપાવી માહિતી

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયો સતત ચીન પર એ વિશે આક્રમક બની રહ્યા છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ મહામારીના સ્તરને છૂપાવવાની કોશિશ કરી હતી. તેમણે ચીન પર એ આરોપ પણ લગાવ્યો છે કે તેમના તરફથી આ અંગેની યોગ્ય માહિતી આપવામાં આવી નથી રહી કે છેવટે સંક્રમણના કેટલા કેસ છે અને કોરોના વાયરસ પર કોઈ રિસર્ચ કરવા માટે જોર આપવામાં નથી આવી રહ્યુ. તમને જણાવી દઈએ કે ચીને કોરોના પર રિસર્ચને સંપૂર્ણપણે સેન્સર કરી દીધુ છે. માઈક પોપેયોએ શુક્રવારે ક્રિશ્ચિયન રેડિયો પ્રોગ્રામમાં કહ્યુ હતુ કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસ વિશે માહિતી છૂપાવવાની કોશિશ કરી. તેમણે ન તો કોઈને જાણવા ન દીધુ કે વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાવો શરૂ થયો અને એ જાણવા દીધુ કે છેવટે આ માનવીમાંથી માનવીમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે.

ચીન પર વધી રહ્યુ છે દુનિયાનુ દબાણ

ચીન પર વધી રહ્યુ છે દુનિયાનુ દબાણ

લ્યુની માનીએ તો ચીને વિષાણુના સેમ્પલ્સ માટે સર્વોચ્ચ સ્તરના માનકોનુ પાલન કર્યુ છે. ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસ માટે તણાવા વધી રહ્યો છે. વાયરસે અત્યાર સુધી ત્રણ લાખ લોકોના જીવ લીધા છે. અમેરિકા ઉપરાંત ચીન પર યુરોપિયન યુનિયન સહિત આંતરાષ્ટ્રીય કમિટી તરફથી પણ તપાસનુ દબાણ કરવામાં આવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં હવે એ વાતની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે કે એ શોધવામાં આવે કે છેવટે આ વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે દુનિયાના બાકીના ભાગોમાં ફેલાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X