For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીમા વિવાદઃ ભારત સાથે સંધિ કરવા ચીન તૈયાર

By Super
|
Google Oneindia Gujarati News

india-china
બેઇજિંગ, 29 જૂનઃ ચીને કહ્યું છે કે, તે સીમા વિવાદને ઉકેલવા માટે ભારત સાથે નવા પ્રયાસો કરવા તૈયાર છે. આ વચ્ચે લદાખમાં ચીની સૈનિકો દ્વારા તાજેતરમાં ઘુષણખોરી કરી હતી તે પૃષ્ઠભૂમિમાં બન્ને દેશોના વિશેષ પ્રતિનિધિઓએ આ મુદ્દે સમાધાન કરવા માટે પ્રસ્તાવિત સમી રક્ષા સહયોગ(બીડીસીએ) પર ચર્ચા કરી.

ઘુષણખોરીની ઘટના બાદ પહેલીવાર મળીને ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ 16માં દોરની ચર્ચા કરી. બન્ને દેશો આ જૂના મુદ્દાને ઉકેલવાની પ્રક્રિયાને ઝડપી કરવા માગે છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત તરફથી સીમાવાર્તાના વિશેષ અધિકારી શિવશંકર મેનને પોતાના ચીની સમકક્ષ યાંગ જેઇચી સાથે બે દિવસીય સીમાવાર્તાને પહેલા દોરની વાર્તા 'અનૂકુળ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ'માં કરી. ચીનના નવનિયુક્ત વિશેષ પ્રતિનિધ યાંગ જેઇચીએ અહીં કહ્યું કે, હું અમારા પૂર્વાધિકારીઓના કાર્યોને આગળ વધારવા માટે પોતાની સાથે કામ કરવા અને ચીન-ભારત સીમાના પ્રશ્નોને હલ કરવા માટે નવા પ્રયાસો કરવા તથા નવા દોરમાં ચીન-ભારત રણનીતિક સહયોગ ભાગીદારીમાં વધારે પ્રગતિ માટે તૈયાર છું.

વાર્તાને એક વિસ્તૃત પરિપ્રેક્ષ્ય પ્રદાન કરતા મેનને ચીન-ભારત સંબંધોના મામલામાં પોતાના અનુભવના આધાર પર કહ્યું કે બન્ને દેશોની વચ્ચે કૂટનીતિક સંકટ પેદા કરનારા ચીની સૈનિકોની ઘુષણખોરીની પૃષ્ઠભૂમિમાં વાર્તાનું મુખ્ય ફોકસ સીમાવાર્તા ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખનારી પ્રક્રિયાને મજબૂત બનાવવાનું છે. ભારતના રક્ષામંત્રી એન્ટોનીની આગામી સપ્તાહની બેઇજિંગ યાત્રા દરમિયાન બીડીસીએ પર વિચાર કરશે.

English summary
China’s Special Representative Yang Jiechi and his Indian counterpart Shivshankar Menon meet in Beijing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X