For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LAC પર તૈનાત કરવા માટે ચીન PLAમાં તિબેટીયનોની ભરતી કરશે

ચીને ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાની સૈન્ય બળને મજબૂત કરવા માટે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)માં દરેક તિબેટીયન પરિવારમાંથી એક સભ્યને મોકલવાનું ફરજિયાત બનાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ચીને ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાની સૈન્ય બળને મજબૂત કરવા માટે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)માં દરેક તિબેટીયન પરિવારમાંથી એક સભ્યને મોકલવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ભરતી તિબેટીયન લોકોનો 'લોયલ્ટી ટેસ્ટ' કર્યા બાદ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન ખાસ કરીને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા અસાહજીક હવામાન વિસ્તારોમાં લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) સાથે તેમની હાજરીને મજબૂત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે.

LAC

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનની સેનાએ તિબેટીયનના વફાદાર પરિવારોમાંથી એક -એક સભ્યને સામેલ કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે ભારત સાથે LACમાં કાયમી ધોરણે તૈનાત રહેશે. ચીની સેના પોતાના પ્રદેશમાં તિબેટીયન યુવાનોની ભરતી કરી રહી છે અને તેમને ભારત સાથે LAC પર કામગીરી માટે ટ્રેનિંગ આપી રહી છે. અમને માહિતી મળી રહી છે કે, ચીનની સેના ભારત સાથે LAC પર સ્પેશિયલ ઓપરેશનો પાર પાડવા માટે તિબેટીયન યુવાનોની ભરતી કરી રહી છે અને તેમને આવી કામગીરી માટે તૈયાર કરવા માટે નિયમિત ટ્રેનિંગ આપી રહ્યા છે.

તિબેટીયન યુવાનોને ચાઇનીઝ ફોર્સમાં શામેલ કરવામાં આવ્યા બાદ તેમને અનેક વફાદારી પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચીની ભાષા શીખવી અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ને સર્વોચ્ચપદે સ્વીકારવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ચીનની સેનામાં તિબેટીયન યુવાનોની ભરતીની મુખ્ય કામગીરી ચાલુ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થઇ હતો, જ્યારે ચીને જોયું કે, દેશનિકાલમાં તિબેટીયનોએ ભારતીય સેનાની સ્પેશિયલ બોર્ડર ફોર્સમાં સેવા આપતી વખતે કેવી કામગીરી કરી છે.

તિબેટીયન યુવાનોએ ચીનની સેના માટે અનેક ફાયદાકારક કામગીરી કરી છે. કારણ કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR)માં સ્થાનિક વસ્તી ચાઇનીઝ શાસનને વધુ સ્વીકારવાની અપેક્ષા રાખે છેય તેમજ લદાખ જેવા પ્રદેશોમાં તૈનાત રહેવા ચીની મુખ્ય ભૂમિ સૈનિકો ઉપરના દબાણને સરળ બનાવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, PLA ભારતની નકલ કરતા તિબેટીઓની ભરતી કરી રહ્યું છે. ભારતીય સેનાના રેગ્યુલર યુનિટ, કેબિનેટ સચિવાલયની સ્પેશિયલ ફ્રન્ટયર ફોર્સ સાથે ગત વર્ષે પેંગોંગ ઝિસના દક્ષિણ કાંઠે ચીની સેનાના LAC પરના આક્રમણ સમયે મોખપરી, બ્લેક ટોપ અને અન્ય ઉંચાઈઓને ધ્યાનમાં રાખીને ફિઝિકલી કબ્જો કર્યો ત્યારે ચીન પણ તેમની આ કામગીરીથી ચોકી ઉઠ્યું હતું.

ભારત અને ચીન ગત વર્ષે એપ્રિલ-મેથી લશ્કરી વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ચીની પક્ષો દ્વારા લશ્કરી અને રાજદ્વારી કક્ષાએ બંને પર અનેકવિધ વાટાઘાટો કરવામાં આવી છે, પરંતુ પેંગોંગ ત્સોના ઉત્તર અને દક્ષિણ બંને કાંઠે બંને પક્ષો દ્વારા સૈનિકોની મર્યાદિત સંખ્યા સિવાયના ઘણા સૈનિકોને પરત બોલાવવામાં આવ્યા હતા.

English summary
China has made it mandatory to send one member from every Tibetan family to the People's Liberation Army to strengthen its military force on the LAC with India. The recruitment is being done after conducting a 'loyalty test' of the Tibetan people. According to sources, China has strengthened its presence with the LAC, especially in unfavorable weather areas like Ladakh and Arunachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X