ચીન-રશિયાએ લાઈટ પાર્ટિકલ પર 4 હજાર કિમી મેસેજ મોકલી ઇતિહાસ રચ્યો, ભારતને સામેલ થવા ઓફર
રશિયા અને ચીન બન્નેએ મળી અવકાશમાં ઇતિહાસ રચ્યો છે. હાલમાં જ બન્ને દેશોએ અવકાશમાં લાઈટ પાર્ટીકલ પર 4 હજાર કિમી સુધી મેસેજ મોકલવામાં સફળતા મેળવી છે.
ચીન અને રશિયાની આ ઉપબલ્ધીને મોટી માનવામાં આવી રહી છે. એટલુ જ નહીં બન્ને દેશોએ ભારતને પણ સાથે મળીને આ પ્રોજેક્ટમાં કામ કરવા ઓફર કરી છે.

માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટમાં જોડાવા ભારતને ઓફર પાછળ ગ્લોબલ સાઉથમાં પોતાનો વ્યાપ વધારવા માટે રશિયા અને ચીનની જીઓ પોલિટીકલ ગેમ છે. આના માટે જ બંને દેશોએ સેટેલાઇટ આધારિત ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત કરી છે.0
ચીનના મોજી સેટેલાઇટ દ્વારા ક્વોન્ટમ કોમ્યુનિકેશન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે અને આ પ્રયોગે ચીનના ગ્રાઉન્ડ-રિસીવિંગ સ્ટેશનથી લગભગ 4,000 કિમી દૂર અન્ય રશિયન ફેસિલિટી સુધી સફળતાપૂર્વક મેસેજ મોકલ્યો છે.
રશિયાની નેશનલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના રશિયન ક્વોન્ટમ સેન્ટરના એલેક્સી ફેડોરોવે ગયા વર્ષે કરેલા સફળ પ્રયોગને એક સંશોધન પેપરમાં જાહેર કર્યો છે. ક્વોન્ટમ કોમ્યુનિકેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે અત્યારે દુનિયામાં એવી કોઈ ટેક્નોલોજી નથી જે આ સિસ્ટમને હેક કરી શકે.
સરળ શબ્દોમાં સમજીએ તો આ તકનીક હેઠળ ધ્વનિ તરંગો પ્રકાશના કિરણો દ્વારા મોકલવામાં આવે છે અને તેને કોઈપણ તકનીક દ્વારા હેક કરી શકાતા નથી. ભારતીય એજન્સી ઈસરોએ પણ 2021માં આ ટેક્નોલોજીનો ખૂબ જ નાના સ્કેલ પર સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો પરંતુ ચીન આ કોમ્યુનિકેશન ટેક્નોલોજીને સેટેલાઇટ સાથે જોડવામાં સફળ રહ્યું છે.
રશિયા અને ચીન વચ્ચે ક્વોન્ટમ કોમ્યુનિકેશનના ઉપયોગનો ખુલાસો બે દેશોના અવકાશ કાર્યક્રમોમાં તાજેતરના સહકારના ભાગ રૂપે આવ્યો છે, જેના હેઠળ બંને દેશોએ એકબીજા સાથે સેટેલાઇટ ઇન્ટેલિજન્સ શેર કરવા માટે કરાર કર્યા છે.
ગયા વર્ષે જુલાઈમાં બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) જૂથની બેઠક દરમિયાન ભારતને પણ આ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓફર અહીં ક્વોન્ટમ ટેક્નોલોજીમાં વિશ્વસનીય સંશોધનના વ્યાપ પર આધારિત હતી, જે સંભવિતપણે તેને એક આદર્શ ઉમેદવાર બનાવે છે.












Click it and Unblock the Notifications
