For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસની સ્થિતિ સારી બતાવવા ચીન રજૂ કરી રહ્યુ છે ખોટા આંકડા!

ચીનમાં લોકોના ઠીક થવા અને વાયરસ ખતમ થવા વિશે જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે બધા સંપૂર્ણપણે ખોટા છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ કોરોના વૈશ્વિક સંકટ બની ચૂક્યુ છે તો ચીનના નેતા આના પર પોતાની જીતનુ એલાન કરી રહ્યા છે. દુનિયાભરમાં હવે ચીન નેતાઓની ટીકા થઈ રહી છે અને લોકો માની રહ્યા છે કે નેતાઓએ સ્થિતિથી નિપટવા માટે અને બિમારી વિશે અપારદર્શિતાનું પ્રદર્શન કર્યુ છે. ચીન સ્થિત મીડિયા સંગઠન કાઈક્સાનના એક રિપોર્ટમાં ઘણા વ્હિસલબ્લોઅર્સ અને સ્થાનિક અધિકારીઓએ જે દાવો કર્યો છે કે તેનાથી ચીનની જીનપિંગ સરકારનુ વધુ એક જુઠ સામે આવી ગયુ છે. આની માનીએ તો ચીનમાં લોકોના ઠીક થવા અને વાયરસ ખતમ થવા વિશે જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે બધા સંપૂર્ણપણે ખોટા છે.

coronavirus

સ્ટાફની હાજરીનો રિપોર્ટ પણ ખોટો

ચીનમાં અમુક સ્થાનિક સરકારોને સબસિડીના રેટ પર વિજળી નથી મળી રહી અને અહીં સુધી કે તેમને એક નક્કી સીમામાં વિજળીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં બિઝનેસને પાછો શરૂ કરવા માટે વાયરસને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. ચીનના ઝેજિયાંગ પ્રાંત, કે જે વુહાનની પૂર્વમાં છે, ત્યાં સરકાર દાવો કરી રહી છે કે અહીં વાયરસ ફેલાતા પહેલા જે કાર્યક્ષમતા હતી, તેના 98.6 એટલે કે લગભગ 99 ટકા ફરીથી દેખાઈ રહી છે. પરંતુ અહીંના કાર્યકર્તાઓ તરફથી કાઈક્સાનને જણાવ્યુ છે કે બિઝનેસ વિશે જે આંકડા આપવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. કહેવામાં આવી રહ્યુ છેકે સરકાર તરફથી જેઝિયાંગમાં વિજળીની ખપતને ચેક કરવામાં આવી રહી છે. જિલ્લાના અધિકારીઓએ કંપનીને આદેશ આપ્યો છે કે તે વિજળી અને મશીનરીને આખા દિવસ માટે ચાલુ છોડવાનુ શરૂ કરી દે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપ્યો દોષ

બિઝનેસ ઉપરાંત સ્ટાફની અટેન્ડન્સ વિશે પણ ચીનની સરકાર તરફથી ઘણી પ્રકારના જૂઠ બોલવામાં આવી રહ્યા છે. ચીનને હવે મહામારી માટે દોષ આપવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યુ કે આજે દુનિયા ચીનની કારસ્તાનીની સજા ભોગવી રહ્યુ છે. ટ્રમ્પે, આજે સ્થિતિ સારી હોત જો આપણે થોડા મહિના પહેલા ડજ આના વિશે માલુમ પડી ગયુ હોત. આ મહામારીનેચીનમાં એ જ જગ્યાએ રોકી શકાતી હતી જ્યાંથી તે શરૂ થઈ. આ વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધી 10,046થી વધુ મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી થતા મોતો કેસમાં ઈટલી હવે ચીનથી આગળ નીકળી ગયુ છે. યુરોપના આ દેશમાં કોવિડ-19ના કારણે ગુરુવાર સુધી મૃતકોનો આંકડો 3405 સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પરીક્ષા વિના પાસ થશે ધોરણ 1થી 8ના છાત્રો, પરીક્ષાઓ રદ્દઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પરીક્ષા વિના પાસ થશે ધોરણ 1થી 8ના છાત્રો, પરીક્ષાઓ રદ્દ

English summary
China's coronavirus recovery is all fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X