ભારતના પ્રવાસ પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ કાશ્મીર વિશે નહિ કરે કોઈ વાત
ચીનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મીટિંગમાં કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ નહિ થાય.
આવતા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થવાની છે. આ મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે કે બંને નેતાઓની મીટિંગમાં કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ નહિ થાય. મંગળવારે ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલા આ નિવેદનને ભારત માટે એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહ્યુ છે. સૂત્રોની માનીએ તો જિનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે. અહીં તે પીએમ મોદી સાથે બીજા અનૌપચારિક સંમેલનમાં ભાગ લેશે.

કાશ્મીર કોઈ મોટો મુદ્દો નથી
ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યુ કે બંને નેતા મુલાકાતમાં રણનીતિક વિચારો અને સંબંધોની એક વિસ્તૃત તસવીર વિશે ચર્ચા કરશે. હુઆ ચીનના વિદેશ મંત્રાલયમાં ઈનફોર્મેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ પણ છે. તેમણે કહ્યુ કે, મને લાગે છે કે કાશ્મીર જેવી તો મુલાકાતમાં કોઈ મોટો મુદ્દો નહી હોય. પરંતુ હા, બંને નેતાઓને જે યોગ્ય લાગે તેના પર વાતચીત કરવામાં આવશે. હુઆએ આ વાત એ સાઉથ એશિયન જર્નાલિસ્ટ્સને જણાવી જે સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા ફેલોશિપ પ્રોગ્રામ માટે બેઈજિંગ પહોંચ્યા હતા. હુઆ તરફથથી એ વાતની કોઈ માહિતી આપવામાં નથી આવી કે બંને નેતાઓ વચ્ચે થઈ રહેલ એકબીજાના અનૌપચારિક સંમેલનની તારીખ અને આની જગ્યા શું નક્કી થઈ છે. મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી અનૌપચારિક મુલાકાત એપ્રિલ 2018માં ચીનના વુહાનમાં થઈ હતી.
સમર્થન મેળવવાની કોશિશોમાં પાકિસ્તાન
હુઆનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં સમર્થન મેળવવાની કોશિશોમાં લાગેલુ છે. પાંચ ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધુ છે અને રાજ્યને મળેલો વિશેષ દરજ્જો પણ ખતમ કરી દીધો છે. ગયા સપ્તાહે જો કે ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવની સ્થિતિ એ સમયે પેદા થઈ ગઈ જ્યારે ચીની સૈનિક સીમાની અંદર સુધી દાખલ થઈ ગયા. ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે ઝડપના પણ સમાચારો આવ્યા હતા. હુઆએ એ પણ જણાવ્યુ કે પીએમ મોદી અને જિનપિંગ રણનીતિ વિચાર પર ચર્ચા માટે પણ થોડો સમય કાઢશે. જ્યારે તેમને ભારત પાકિસ્તાના સંબંધો પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે બંને દેશોએ યુએન ચાર્ટર અને પ્રસ્તાવો હેઠળ પોતાના મતભેદો દૂર કરવાની કોશિશ કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
