For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં સ્થિતિ બગડી, શાંઘાઈમાં લૉકડાઉન બાદ કોરોનાથી પહેલુ મોત

શાંઘાઈમાં લૉકડાઉન લગાવ્યા બાદ અહીં કોરોનાથી પહેલુ મોત સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

શાંઘાઈઃ ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે, અહીં સતત જે રીતે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે તેના કારણે આર્થિક વિકાસ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં રેકૉર્ડ વધારાના કારણે શાંઘાઈમાં લૉકડાઉન લગાવવુ પડ્યુ છે. શાંઘાઈમાં લૉકડાઉન લગાવ્યા બાદ અહીં કોરોનાથી પહેલુ મોત સામે આવ્યુ છે. કોરોનાની લહેરનુ કેન્દ્ર ચીનનુ શહેર શાંઘાઈ બની ગયુ છે. જ્યાં માર્ચ મહિનામાં રેકૉર્ડ 3.20 કોરોનાના કેસ સામે આવ્યા છે ત્યારબાદ અહીં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે.

china

છેલ્લા 24 કલાકમાં શાંઘાઈમાં કોરોનાના 2417 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ત્રણ લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. જે લોકોના કોરોનાથી મોત થયા છે તેમની ઉંમર 89-91 વર્ષની વચ્ચે છે અને તેમને પહેલેથી ઘણી બિમારીઓ હતી. ગ્લોબલ ટાઈમ્સ તરફથી એક ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે શાંઘાઈમાં 2417 કોરોનાના કેસ આવ્યા છે જ્યારે 19831 એસિમ્ટોમેટિક કેસ રવિવારે સામે આવ્યા છે, ત્રણ દર્દીઓના કોરોનાથી મોત થઈ ગયા જેમની ઉંમર 89-91 વર્ષ છે અને તેમને ઘણી બિમારીઓ હતી.

મ્યુનિસિપલ હેલ્થ કમિશન તરફથી કહેવામાં આવ્યુ છે કે શાંઘાંઈમાં રવિવારે 3238 કેસ સામે આવ્યા છે. વળી, હિંદુજા ન્યૂઝ એજન્સીનુ કહેવુ છે કે રવિવારે કોરોનાના 21582 એસિમ્ટોમેટિક કેસ સામે આવ્યા. વળી, આખી ચીનની વાત કરીએ તો ઘણા શહેરોમાં લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. લગભગ 44 શહેરોમાં આંશિક કે પૂર્ણકાલિન લૉકડાઉન છે. જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના કારણે ચીનની સ્થિતિ બગડી રહી છે. શાંઘાઈ કોરોનાનુ કેન્દ્ર બનેલુ છે. અહીં લૉકડાઉનના કારણે 25 મિલિયન લોકો પોતાના ઘરોમાં કેદ છે.

English summary
China Shanghai reports first loss of lifer after lockdown imposed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X