ચીની 'શ્રવણે' માતાને 3,500 કિમીની પદયાત્રા કરાવી

china-flag
બેઇજિંગ, 21 ઑક્ટોબર: 26 વર્ષીય યુવકે પોતાની લકવાગ્રસ્ત માતાને તેની પસંદગીના પર્યટન સ્થળોએ ફરાવવા માટે 3,500 કિલોમીટરનું અંતર 100 દિવસમાં પુરૂ કર્યું છે. ચીનના આ 'શ્રવણ કુમાર'ની ચર્ચાઓ સોશિયલ સાઇટ પર જોવા રહી છે.

ફેન મેંગ તેની માતા મિનજુનને વ્હિલચેર પર બેસાડી બેઇજિંગથી પગપાળા યુનાન પ્રાંત સ્થિત ઝિશુઆંગબાના પહોંચ્યો હતો. ગુરૂવારે માતા અને પુત્ર ત્યાં પહોંચ્યા તો સ્થાનિક લોકોએ પારંપરિક નૃત્ય અને સંગીત સાથે તેમનું સ્વાગત કર્યુ હતું.

લકવાગ્રસ્ત કોઉ છેલ્લાં કેટલાક વર્ષોથી બઇજિંગમાં કેદ હતી. પરંતુ તેમના પુત્રે વ્હિલચેર સાથે ચાલતાં 100 દિવસમાં 3,500 કિલોમીટરની યાત્રા પુરી કરી હતી કારણ કે તે પોતાના પસંદગીના પર્યટન સ્થળો શિશુઆનબાનાને જોઇ શકે.

સરકારી સંવાદ સમિતિ શિન્હુઆના સમાચાર મુજબ દસ વર્ષ પહેલાં મિનજુન અને તેના પતિના છૂટાછેડા થયા હતા, ત્યારથી તે તેના આ પુત્ર સાથે રહે છે. તેમનું ગુજરાન સરકાર તરફથી મળતી સબસિડી અને સગાંસંબંધીઓની મદદથી ચાલે છે.

કોઉએ કહ્યું હતું કે ટીવી પોગ્રામ અને સમાચાર પત્રોની મદદથી ઝિશુઆંગબાને જાણે છે પરંતુ પોતાના પુત્ર વિના તે ક્યારેય અહીં પહોંચી ન શકત. આ યાત્રા પહેલાં ફાનની પ્રેમિકા તેને છોડી દિધો. પોતાની માતાની સંભાળ માટે તેને કેટલીય નોકરીઓ બદલી પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X