બ્રિટનમાં ટેન્શન વધારી રહ્યો છે કોરોના, જાણો ભારત માટે કેટલો ખતરો?

દુનિયા જ્યાં એવુ માનવા લાગે છે કે હવે કોરોનાથી આઝાદી મળી ગઈ છે ત્યાં જ કોરોના પોતાના નના અવતાર સાથે દસ્તક આપે છે. આવુ જ કઈંક હવે ફરીથી જોવા મળ્યુ છે.

દુનિયા જ્યાં એવુ માનવા લાગે છે કે હવે કોરોનાથી આઝાદી મળી ગઈ છે ત્યાં જ કોરોના પોતાના નના અવતાર સાથે દસ્તક આપે છે. આવુ જ કઈંક હવે ફરીથી જોવા મળ્યુ છે. હાલ બ્રિટનમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબ વેરિએન્ટ આતંક મચાવી રહ્યા છે. બ્રિટનમાં બે નવા કોરોના વેરિઅન્ટ BQ.1 ના 700થી વધુ અને XBB વેરિઅન્ટના 18 કેસ મળી આવ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વેરિએન્ટ દેશ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ બંને વેરિઅન્ટ અત્યંત ચેપી છે અને લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યા છે.

coronavirus

બ્રિટનમાં કોરોના વાયરસના આ નવા વેરિઅન્ટે સરકારની ચિંતા વધારી છે. કોરોના વેરિઅન્ટ BQ.1 અને XBB વિશે અધિકારીઓનું કહેવું છે કે બંને વેરિઅન્ટ્સ ખૂબ જ ઝડપથી લોકોને સંક્રમિત કરે છે.

બ્રિટનમાંથી જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચિંતા વધારનારા છે. હાલમાં જ BQ.1 વેરિઅન્ટના 700 થી વધુ કેસ અને XBB વેરિઅન્ટના 18 કેસ મળી આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, હાલમાં ઉપલબ્ધ કોઈપણ વેક્સિન આ બંને વેરિઅન્ટને રોકવા માટે નિષ્ફળ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો હજુ આ વેરિઅન્ટનો અભ્યાસ કરી રહ્યા છે.

કોરોના વાયરસનું આ ખતરનાક વેરિઅન્ટ XBB પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને તમિલનાડુમાં પણ જોવા મળ્યુ છે. આ સિવાય કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં પણ કેટલાક કેસ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે તહેવારોની સીઝન પૂરી થયા પછી નવેમ્બરના મધ્યમાં XBB વેરિઅન્ટ ચરમ પર પહોંચી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાના આ નવા પ્રકાર સામે કેવી રીતે રક્ષણ કરવું તે સંબંધિત જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X