Corona Vaccine: ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની એસ્ટ્રાજેનેકા વેક્સીનને બ્રિટનમાં મંજૂરી મળી

Corona Vaccine: ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની એસ્ટ્રાજેનેકા વેક્સીનને બ્રિટનમાં મંજૂરી મળી

Britain Approves Covid Vaccine: બ્રિટેનમાં મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી/ એસ્ટ્રાજેનેકાની કોવિડ 19 વેક્સીનને મંજૂરી આપી દીધી છે. બ્રિટેનની સરકારે કહ્યું કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટી/ એસ્ટ્રાજેનેકાની કોવિડ 19 વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપવાના હેતુસર સરકારે આજે મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટર એજન્સીની ભલામણ સ્વીકારી લીધી છે.

corona vaccine

એસ્ટ્રાજેનેકાએ આ મામલે કહ્યું કે 4 અને 12 અઠવાડિયાના અંતરાલ પર વેક્સીનના બે ડોઝ આપવાની મંજૂરી મળી છે. ક્લિનિકલ ટ્રાયલમાં વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી મળી આવી છે. જેનો બીજો ડોઝ લેવાના 14 દિવસ બાદ સુધી મામલો ના તો ગંભીર જણાયો અને દર્દીઓને હોસ્પિટલે દાખલ કરવાની જરૂરત પણ ના પડી.

એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે આગલા અઠવાડિયેથી લોકોને કોરોના વેક્સીન આપવી શરૂ થઈ જશે. ત્યારે બ્રિટેનમાં ફિઝર- બાયોએનટેકની વેક્સીન 6,00,000 લોકોના રસીકરણ અભિયાન અંતર્ગત લગાવવામાં આવી ચૂકી છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં કહ્યું કે બુધવારે વેક્સીનનો પહેલો ડોઝ રિલીઝ કરાશે જેથી નવા વર્ષ પર જલદી જ વેક્સીન આપવી શરૂ કરી શકાય. કંપનીની બ્રિટેનથી કુલ 100 મિલિયન ડોઝ સપ્લાઈ કરવાને લઈ ડીલ થઈ છે, પહેલા ક્વાર્ટરમાં લાખોની સંખ્યામાં ડોઝ સપ્લાઈ કરવાના ઉદ્દેશ્ય છે. આ બે ડોઝ વાળી વેક્સીન છે, આ હિસાબે વેક્સીન બ્રિટેનના 50 મિલિયન લોકોને આપવામાં આવશે.

બ્રિટેનની સરકારે જણાવ્યું કે બુધવારે વેક્સીનેશન અને ઈમ્યૂનાઈઝેશન પર જોઈન્ટ કમિટીએ સલાહ આપી કે ઓછા સમયના અંતરાલ પર વેક્સીનના બે ડોઝ આપવાને બદલે સૌથી પહેલા તેમને વેક્સીન આપવામાં આવે જેમને વાયરસનો સૌથી વધુ ખતરો હોય. વાયરસથી લાંબા સમય સુધી બચાવ માટે તેની બંને ડોઝ લેવી ઘણી જરૂરી છે. બ્રિટેન સરકારના મંત્રી માઈક ગોવનું કહેવું છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનને મંજૂરી મળવાથી દેશભરમાં લૉકડાઉન તેજીથી ઘટાડી શકાય છે.

હાલ લંડન અને દક્ષિણ ઈંગ્લેન્ડમાં સંક્રમણના મામલા વધી રહ્યા છે, જેનાથી હોસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. બ્રિટેનમાં મળેલ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધુ તેજીથી ફેલઈ રહ્યો છે. જેણે લોકોનું દેશથી બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X