અમેરિકામાં કોરોનાનો તાંડવ યથાવત, 24 કલાકમાં 532 લોકોના મોત થયાં
અમેરિકામાં કોરોનાનો તાંડવ યથાવત, 24 કલાકમાં 532 લોકોના મોત થયાં
વૉશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 98218 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે પાછલા 24 કલાકમાં 532 લોકોના મોત થાં છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં હવે આ વાયરસની ગતિ ધીમી પડી છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોના વાયરસથઈ આખી દુનિયામાં 3,42,000 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 53 લાખથી વધુ લોકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે.

કોરોના વાયરસના 102790 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 5307298 થઈ ચૂકી છે. જ્યારે આ વાયરસથી 4383 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જેને પગલે કુલ મૃતકની સંખ્યા 342070 થઈ ચૂકી છે. જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરી હતી.
ડબલ્યૂએચઓ પર અમેરિકાનુ નિશાન
તો આ દરમિયાન કોરોના વાયરસ સંકટના સમયે અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર સતત નિશાન સાધી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ WHOની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા તેમણે WHOને અમેરિકા દ્વારા આપવામાં આવતા ફંડિંગને રકવાની વાત કહી હતી પરંતુ હવે તેમણે ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિસસને એક પત્ર લખી સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો 30 દવસમાં WHO મહત્વના પગલા નહિ ઉઠાવે તો તેઓ અમેરિકા દ્વારા ડબલ્યૂએચઓને મળતાં ફંડિંગને હંમેશા માટે રોકી દેશે. હાલ અમેરિકાએ ફંડિંગને અસ્થાયી રૂપે ફ્રીઝ કરી રાખ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો 30 દિવસમાં ઠોસ સુધારો ના થયો તો તેઓ WHOમાં અમેરિકાની સભ્યતા પર પણ પૂનર્વિચાર કરશે.












Click it and Unblock the Notifications
