For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કારણે અમેરિકામાં 22 લાખ, બ્રિટનમાં થશે 5 લાખ મોતઃ અભ્યાસનો દાવો!

બ્રિટનમાં એક અભ્યાસ બાદ અહીંની સરકારે કોવિડ-19ને રોકવા માટે વધુ કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટનમાં એક અભ્યાસ બાદ અહીંની સરકારે કોવિડ-19ને રોકવા માટે વધુ કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ અભ્યાસમાં કોરોના વાયરસની એક એવી ભયાનક તસવીર રજૂ કરવામાં આવી છે તે બાદ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન અને તેમની કેબિનેટની ચિંતાઓ વધી ગઈ છે. અભ્યાસ મુજબ કોરોના વાયરસના કારણે દેશમાં લાખો લોકોના મોત થઈ શકે છે. સાથે જ દેશની આરોગ્ય સુવિધાઓ પણ ગંભીર રીતે બિમાર લોકોના કારણે પ્રભાવિત થઈ શકે છે.

સોશિયલ લાઈફ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

સોશિયલ લાઈફ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

સોમવારે પીએમ જૉનસને બ્રિટનની સોશિયલ લાઈફને સંપૂર્ણપણે બેન કરી દીધી છે. બ્રિટન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અહીં એ લોકોને આઈસોલેટ કરવાની સલાહ આપવામાં આવી છે જેમની ઉંમર 70 વર્ષથી વધુ છે અને જે પહેલેથી આરોગ્યની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. પ્રોફેસર નીલ ફર્ગુસનની ટીમ તરફથી થયેલા એક અભ્યાસમાં કોરોના વાયરસના કારણે આવનારા સમયમાં મુશ્કેલ દિવસો તરફ ઈશારો કરવામાં આવ્યો છે. પ્રોફેસર નીલ બ્રિટનના મેથેમેટીકલ બાયોલૉજીમાં મહારત ધરાવે છે અને લંડનની પ્રતિષ્ઠિત ઈમ્પીરિયલ કૉલેજમાં ભણાવે છે.

1918નના સ્પેનિશ ફ્લુ સાથે તુલના

1918નના સ્પેનિશ ફ્લુ સાથે તુલના

તેમની ટીમે ઈટલીથી આવેલા નવા આંકડાઓના આધારે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી છે કે શું સંક્રમણવાળી આબિમારીમાં હાલના દિવસોમાં કોઈ વધારો થયો કે નહિ. તેમણે સન 1918માં દુનિયાનો વિનાશ કરનાર સ્પેનિશ ફ્લુ મહામારી સાથે કોવિડ 19ની તુલના કરી છે. પ્રોફેસર નીલની ટીમની માનીએ તો કોઈ પણ પ્રકારના ગંભીર ઉપાય અપનાવવામાં આવ્યા નથી. આના કારણે બ્રિટનમાં પાંચ લાખ અને અમેરિકામાં લગભગ 20 લાખ લોકોના મોત થઈ શકે છે.

સરકાર પર સાધ્યુ નિશાન

સરકાર પર સાધ્યુ નિશાન

પ્રોફેસર નીલે કહ્યુ છે કે સરકાર તરફથી મહામારીને રોકવા માટે પહેલેથી યોજના બનાવવામાં આવી હતી. આ હેઠળ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે પરંતુ મોટાપાયે સમાજ પર જે પ્રતિબંધ લાગવા જોઈએ તે ન કર્યા. આના કારણે લાખો લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. અભ્યાસ મુજબ સર્વોચ્ચ સ્તર પર લોકોને સામાજિક રીતે દૂર રહેવુ પડશે, તેમને ક્લબિંગથી બચવુ પડશે, પબ્ઝ અને થિયેટર્સને સંપૂર્ણપણે બંધ કરવા પડશે. જો આવુ થયુ તો પછી વાયરસને હરાવી શકાય છે.

અભ્યાસ બાદ સરકાર આવી હરકતમાં

અભ્યાસ બાદ સરકાર આવી હરકતમાં

કહેવામાં આવી રહ્યુ છે કે આ અભ્યાસના કારણે બ્રિટનમાં સરકારે પબ્લિક લાઈફને બેન કરવાનો નિર્ણય લીધો. સરકાર તરફથી હવે એક્સપર્ટને નવા એક્શન પ્લાન પર કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. પીએમ જૉનસનની સરકારને પબ્લિક હેલ્થ એક્સપર્ટની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એક્સપર્ટનુ માનવુ હતુ કે બ્રિટન કોવિડ-19ના ફેલાવાથી રોકવા માટે જરૂરી પગલાં નથી લઈ રહ્યા. તેમનુ કહેવુ હતુ કે ઈટલી, સ્પેન અને ફ્રાંસે જે રીતના ઉપાય કર્યા છે, બ્રિટન તેનાથી કોસો દૂર છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના કહેરથી ફફડી ઉઠ્યુ ઈઝરાયેલ, ઈરાનમાં 1284 કેસ આવ્યા સામેઆ પણ વાંચોઃ કોરોના વાયરસના કહેરથી ફફડી ઉઠ્યુ ઈઝરાયેલ, ઈરાનમાં 1284 કેસ આવ્યા સામે

English summary
Coronavirus can kill 22 lakhs people in US 5 lakhs in UK says a new study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X