For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેનમાં કોરોનાવાઈરસનો કહેર, 1700ના મોત 28000 ઈન્ફેક્ટેડ

સ્પેનમાં કોરોનાવાઈરસનો કહેર, 1700ના મોત 28000 ઈન્ફેક્ટેડ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોનાવાઈરસની મહામારીને પગલે હાહાકાર મચ્યો છે, લોકો આજે પોતાના સગા સંબંધીઓને આલિંગન કરતાં પણ ડરી રહ્યા છે, ઘરમાં જ કેદ થઈ જવા મજબૂર બન્યા છે. તેમાં પણ સ્પેનમાં સ્થિતિ ભયંકર છે. સ્પેનમાં કોરોનાવાઈરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 1720 થઈ ગઈ છે. રવિવારે આ આંકડો 1326નો હતો, એક દિવસમાં જ જબરા ઉછાળાએ આખા વિશ્વને ચિંતામાં નાખી દીધું છે.

Coronavirus

આ ઉપરાંત સ્પેનમાં કોરોનાવાઈરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા આજે 28572ના આંકડાને પાર કરી ચૂકી છે જે અગાઉ 24926 હતા. સ્પેનમાં હાલ દેશભરમાં લૉકડાઉન છે. ત્યારે સ્પેનના વડાપ્રધાને રાજ્યમાં સ્ટેટ ઑફ ઈમરજન્સીની અવધિ વધુ 15 દિવસ વધારવાનું નક્કી કર્યું છે, અગાઉ 14 માર્ચે 15 દિવસ માટે ઈમરજન્સી લાદવામાં આવી હતી જે હજી વધુ 15 દિવસ ચાલશે. જણાવી દઈએ કે યુરોપમાં ઈટલી બાદ સ્પેનમાં સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી છે.

Coronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોતCoronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોત

English summary
Coronavirus: Spain's death toll passes 1,700, cases exceed 28,000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X