ચીનમાં કોરોનાવાયરસ 21 લાખ લોકોનો ભોગ લઈ શકે, રિપોર્ટમાં ખુલાસો
કોરોનાવાયરસે ફરી પગપેસારો કર્યો છે, ત્યારે ચીન માટે ખરાબ સમાચાર છે અહીં વૃદ્ધોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુદર વધવાના સંકેત મળી રહ્યા છે.
બેઈજિંગઃ લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજેંસ એન્ડ એનાલિટિક્સ ફર્મ મુજબ, જો ચીન ઓછા રસીકરણ અને બૂસ્ટર પ્રમાણની સાથોસાથ હાઈબ્રિડ ઈમ્યૂનિટીની કમી છતાં પોતાની ઝીરો કોવિડ નીતિ બદલે છે તો તેનાથી 13 લાખથી 21 લાખ લોકો પર મોતનો ખતરો વધી શકે છે.

એયરફિનિટીના વિશ્લેષણ મુજબ, "ચીનની વસ્તીમાં ઈમ્યુનિટીનું પ્રમાણ બહુ ઓછું છે. તેમના નાગરિકોને ઘરેલૂ સ્તરે ઉત્પાદિત જૈબ્સ સિનોવૈક અને સિનોફાર્મ રસી લગાવવામાં આવી હતી. સંક્રમણ રોકવામાં અને મૃત્યુ અટકાવવામાં આ રસી ઓછી અસરકારક સાબિત થઈ છે."
ગ્લોબલ હેલ્થ ઈંટેલિજેંસ એન્ડ એનાલિટિક્સે કહ્યું હતું કે ચીનની શૂન્ય કોવિડ રણનીતિનો અર્થ છે કે જનસંખ્યાએ પાછલા સંક્રમણના માધ્યમથી સ્વાભાવિક રૂપે પ્રતિરક્ષા હાંસલ નથી કરી. જેને પરિણામસ્વરૂપે, અમારા વિશ્લેષણથી માલૂમ પડે છે કે જો ચીનમાં હોંગકોંગ સમક્ષ કોવિડ ઈંફેક્શન વધે છે, તો તેની સ્વાસ્થ્ય સેવા પ્રણાલી નિષ્ફળ જઈ શકે છે. ચીનમાં 167થી 279 મિલિયન કોરોનાના મામલા આવી શકે છે. જો આવું થયું તો ચીનમાં 13 લાખથી 21 લાખ લોકો મૃત્યુ પામી શકે છે.
એયરફિનિટીના રસી અને મહામારી વિજ્ઞાનના પ્રમુખ ડૉ લુઈસ બ્લેયરે કહ્યું કે, ચીન માટે પોતાની ઝીરો કોવિડ નીતિ બદલતા પહેલાં રસીકરણ તેજ કરવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે તેમના દેશમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ચીને પોતાના દેશના નાગરિકોને કોરોનાના ખતરાથી બચાવવા માટે હાઈબ્રિડ ઈમ્યૂનિટી પણ આપવી પડશે. જે અન્ય દેશો અને ક્ષેત્રોમાં અસરકારક સાબિત થઈ છે.
સોમવારે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કોરોનાના કારણે બે લોકોનાં મોત થયાં હોવાની ઘોષણા કરી છે. બંનેનાં મોત બેઈજિંગમાં થયાં. સીએનએને જણાવ્યું કે, 7 ડિસેમ્બરે પ્રતિબંધોમાં ઢીલ બાદથી ચીને પહેલીવાર મોતની સત્તાવાર ઘોષણા કરી છે. આ ઘોષણા પણ ત્યારે કરવામાં આવી હતી, જ્યારે ચીનની સોશિયલ મીડિયા પર બેઈજિંગમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ના મળવાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
