For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ

ઑસ્ટ્રેલિયાનો એક હિસ્સો હાલમાં ભયંકર પુરનો સામનો કરી રહ્યો છે. આખા નોર્થ ઈસ્ટ ઑસ્ટ્રેલિયામાં એરપોર્ટથી લઈને સ્કૂલો સુધી પાણી ભરાઈ ગયું છે.

|
Google Oneindia Gujarati News

ઑસ્ટ્રેલિયાનો એક હિસ્સો હાલમાં ભયંકર પુરનો સામનો કરી રહ્યો છે. આખા નોર્થ ઈસ્ટ ઑસ્ટ્રેલિયામાં એરપોર્ટથી લઈને સ્કૂલો સુધી પાણી ભરાઈ ગયું છે. પુરનો અસર એવો છે કે અહીં રસ્તા પર મગરમચ્છ અને સાપ ઉમટી પડ્યા છે. પૂરને કારણે પહેલીવાર ઑસ્ટ્રેલિયન મિલિટરી ગોઠવી દેવામાં આવી છે. સ્કૂલો, ઘરો અને એરપોર્ટ સુધી પાણી ભરાઈ ગયું છે અને લોકોને અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. રસ્તા પર આવી ચઢેલા મગરમચ્છ અને સાપને કારણે પણ લોકો પોતાનું ઘર છોડવા મજબુર છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં હિમવર્ષા દરમિયાન થયા અનોખા લગ્ન, વરરાજા 6 કિ.મી. ચાલીને લગ્ન કરવા પહોંચ્યો

પૂરના પાણી વધવાને કારણે હાલત બેકાબુ

પૂરના પાણી વધવાને કારણે હાલત બેકાબુ

ઑસ્ટ્રેલિયાના ઉતરી ભાગમાં સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ થાય છે. પરંતુ હાલમાં જ અહીં થયેલો વરસાદ ખુબ જ અસામાન્ય છે અને ઑર્થોરિટીને વરસાદ પછી એક્શનમાં આવવું પડ્યું. વરસાદ એટલો વધારે છે કે રવિવારે ઑર્થોરિટીને ફ્લડગેટ ખોલવો પડ્યો. ઑર્થોરિટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પૂરને કારણે જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે અને વહેણ પણ ઘણા તેઝ છે.

વસ્તીવાળા વિસ્તારોમાં મગરમચ્છ અને સાપ

પુરથી સૌથી વધારે ખરાબ હાલત ટાઉન્સવિલેમાં છે જ્યાં ઘણા ઘરો ડૂબી ગયા છે. એટલું જ નહીં પરંતુ અહીંના સ્થાનીય રેડિયો જર્નલિસ્ટ ગાબી એલગુડ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને આટલું પાણી તેમના જીવનમાં ક્યારેય પણ નથી જોયું. જયારે તમને લાગે છે કે હવે વધારે પાણી નહીં આવે, ત્યારે એવો ભયંકર વરસાદ થાય છે જે અટકવાનું નામ નથી લેતો. ઘણા વસ્તીવાળા વિસ્તારોમાં મગરમચ્છ અને સાપ આવી જવાને કારણે ભયનો માહોલ છે.

લોકોમાં ભયનો માહોલ

ટાઉન્સવિલેના ઘણા વિસ્તારોમાં રસ્તા પર મગરમચ્છ જોવામાં આવ્યો છે. લગભગ 1100 લોકોએ મદદ માટે ઇમર્જન્સી સર્વિસને કોલ કર્યો. ન્યુઝ એજેન્સી એએફપી અનુસાર લગભગ 16,000 લોકો વીજળી વિના રહેવા માટે મજબુર છે. લગભગ 100 કિલોમીટર સ્પીડથી ચાલતી હવાઓએ પણ હાલત મુશ્કિલ કરી નાખી છે. લગભગ 20,000 ઘરો પર ખતરો છે.

100 વર્ષોમાં પહેલીવાર થનારી ઘટના

હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર આ કોઈ 20 વર્ષમાં એકવાર થતી ઘટના નથી પરંતુ 100 વર્ષમાં એકવાર થતી ઘટના છે.

English summary
Crocodiles in the streets as floodgates open in Queensland in Australia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X