For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 વર્ષના બાળકોનુ કોરોના રસીકરણ કરનાર પહેલો દેશ બન્યો ક્યૂબા, WHOમાંથી રસીને નથી મળી મંજૂરી

કેરેબિયાઈ દેશ ક્યૂબા કોરોના મહામારી સામે 2 વર્ષના બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરેબિયાઈ દેશ ક્યૂબા કોરોના મહામારી સામે 2 વર્ષના બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. સોમવારથી ક્યૂબામાં 2 વર્ષ અને તેનાથી વધુ ઉંમર સુધીના બાળકોને વેક્સીન લગાવવાનુ કામ શરૂ થઈ ગયુ. જો કે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ ક્યૂબાની સ્વદેશી વેક્સીનને મંજૂરી આપી નથી. WHOની મંજૂરી વિના જ ક્યૂબાએ પોતાની વેક્સીન લગાવવાનુ શરૂ કરી દીધુ છે.

covid-vaccine

સ્કૂલ ખોલતા પહેલા બધા બાળકોના રસીકરણનુ લક્ષ્ય

માહિતી મુજબ 11.2 મિલિયન વસ્તીવાળા આ કમ્યુનિસ્ટ ટાપુનુ લક્ષ્ય છે કે વહેલી તકે અહીંના બધા બાળકોને વેક્સીન લગાવી દેવામાં આવે. ક્યૂબાનુ લક્ષ્ય છે કે માર્ચ 2020 બાદથી મોટાભાગ માટે બંધ કરવામાં આવેલી સ્કૂલો ફરીથી ખોલતા પહેલા બધા બાળકોને રસી લગાવવામાં આવી ચૂકી હોય. તમને જણાવી દઈએ કે અહીં સ્કૂલનુ નવુ સત્ર સોમવારે શરૂ થયુ. જો કે સ્કૂલ હાલમાં ઘરેથી જ ટેલીવિઝન કાર્યક્રમોના માધ્યમથી ચલાવવામાં આવી રહી છે કારણકે ક્યૂબાના મોટાભાગના ઘરોમાં ઈન્ટરનેટની સુવિધા નથી.

મોટા બાળકો પછી નાના બાળકોનુ રસીકરણ શરૂ

ક્યૂબા પોતાના અબ્દાલા અને સોબરાના વેક્સીનોનુ સગીરો પર ક્લીનિકલ ટ્રાયલ પૂરુ કરી ચૂક્યુ છે. ત્યારબાદ શુક્રવારે ક્યૂબાએ બાળકો માટે પોતાના રસીકરણ અભિયાનની શરૂઆત કરી જેની શરૂઆત 12 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના બાળકોથી થઈ. પરંતુ સોમવારે અહીંના સેન્ટ્રલ પ્રાંતના સિએનફ્યુગોસમાં 2-11 વય જૂથના બાળકોનુ રસીકરણ કરી દેવામાં આવ્યુ.

હવે નાના બાળકોના રસીકરણની તૈયારીઓ કરી રહી છે દુનિયા

ઉલ્લેખનીય છે કે દુનિયાના ઘણા અન્ય દેશો 12 વર્ષની ઉંમરથી બાળકોનુ રસીકરણ કરી રહ્યા છે અને અમુક નાના બાળકોમાં પરીક્ષણ કરી રહ્યા છે. ચીન, સંયુક્ત આરબ અમીરાત અને વેનેઝુએલા જેવા દેશોએ ઘોષણા કરી છે કે તે નાના બાળકોનુ રસીકરણ કરવાની યોજના બનાવી રહ્યા છે પરંતુ ક્યૂબા આવુ કરનારો પહેલો દેશ છે. વળી, ચિલીએ સોમવારે છથી 12 વર્ષના બાળકો માટે ચીની સિનોવેક રસીને મંજૂરી આપી દીધી છે.

English summary
Cuba start toddlers vaccination against covid 19 and become the first country in world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X