બ્રિટનમાં દાઉદ ઇબ્રાહીમની અરોબોની પ્રોપર્ટી છે, છાપાંએ જાહેર કરી લિસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

1993માં મુંબઇમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમની પાસે બ્રિટનમાં અરબો રૂપિયાની પ્રોપર્ટી છે. તેણે અહીં અનેક જગ્યાએ રોકાણ કર્યું છે. દાઉદે બ્રિટનમાં આ પૈસા 1993માં ભારતથી ભાગ્યા પછી લગાવ્યો છે. આવી જાણકારી અંગ્રેજી છાપું ધ ટાઇમ્સના એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે. જેમાં દાઉદની બ્રિટનમાં સંપત્તિઓ અને રોકાણ મામલે ખબર છાપવામાં આવી છે. દાઉદ ઇબ્રાહીમે લંડન અને બીજા શહેરોમાં અનેક હોટલ, ઘર અને બીજી સંપત્તિમાં રોકાણ કર્યું છે. રિપોર્ટ મુજબ દાઉદના ખાસ વ્યક્તિ તેવા ઇકબાલ મિર્ચીએ બ્રિટનમાં હોટેલ, મેન્શન તથા બંગ્લા ખરીદ્યા છે.

dawood

અને છાપા મુજબ ખાલી બ્રિટનમાં જ નહીં પણ દુબઇ, સ્પેન, મોરક્કો, તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં પણ દાઉદના નામે અનેક સંપત્તિઓ છે. નોંધનીય છે કે દાઉદ ઇબ્રાહીમ ભારતનો મોસ્ટવોન્ટેડ આરોપી છે. 1993માં મુંબઇમાં થયેલા એક પછી એક બોમ્બ વિસ્ફોટનો તેને માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ સિવાય પણ તેની પર અનેક સંગીન આરોપ છે. ત્યાં જ ઇકબાલ મિર્ચીભી 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક સંદિગ્ધ આરોપી હતો. વિસ્ફોટ પછી તેણે લંડનમાં શરણ લીધી હતી. અને બ્રિટનમાં 11 કંપનીઓનો તે ડાયરેક્ટર છે. 2013માં તેની હદયરોગથી મોત થઇ ગઇ હતી.

English summary
Dawood ibrahim properties britain media releases list. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.