For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસ્ટર બ્લાસ્ટ બાદ ફરી એકવાર કંપકપાવી ઉઠ્યું શ્રીલંકા, અન્ય ત્રણ વિસ્ફોટ થયા

ઈસ્ટર બ્લાસ્ટ બાદ ફરી એકવાર કંપકપાવી ઉઠ્યું શ્રીલંકા, અન્ય ત્રણ વિસ્ફોટ થયા

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં કેટલાય ચર્ચો અને હોટલોમાં બોમ્બ બ્લાસ્ટના થોડા દિવસ બાદ શુક્રવારે કલમુનાઈ શહેરના સદ્દામારુડુ વિસ્તારમાં વધુ ત્રણ વિસ્ફોટના અહેવાલ છે. જો કે અત્યાર સુધી જે જાણકારી મળી છે તે મુજબ આ બ્લાસ્ટમાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સુરક્ષાબળ ઈસ્ટરના મોકા પર રવિવારે થયેલ ધમાકા સાથે જોડાયેલ સંદિગ્ધોની તલાશ કરી રહ્યા હતા.

sri lanka

દરોડા દરમિયાન શ્રીલંકાઈ પોલીસને ઘટના સ્થળેથી ઈસ્લામિક સ્ટેટની વર્દી, આઈએસઆઈએસના ઝંડા, 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થ, 100000 બૉલ બેયરિંગ અને સામન્થુરાઈમાં એક ડ્રોન કેમેરો મળી આવ્યો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક કસ્બામાં આ વિસ્ફોટ થયો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા છે.

પોલીસે કહ્યું કે પુગોડામાં મેજિસ્ટ્રેટ અદાલતની પાછળ ખાલી પડી રહેલ જમીન પર આ બ્લાસ્ટ થયો છે, જ્યાં પોલીસ તપાસ કરવા ગઈ હતી. જણાવી દઈએ કે 21 એપ્રિલે ઈસ્ટરના અવસર પર કોલંબોમાં ચર્ચ અને હોટલોમાં કુલ 8 બ્લાસ્ટ થયા હતા. આ ધમાકો એવા સમયે થયો જ્ારે લોકો ઈસ્ટરના અવસર પર ચર્ચમાં ઉપસ્થિત હતા.

Sri Lanka: આ અબજોપતિ ઈબ્રાહિમ બ્રધર્સે કરાવ્યો હતો સીરિયલ બ્લાસ્ટSri Lanka: આ અબજોપતિ ઈબ્રાહિમ બ્રધર્સે કરાવ્યો હતો સીરિયલ બ્લાસ્ટ

બીજી બાજુ શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ ઈસ્ટરના દિવસે થયેલ વિસ્ફોટને રોકવામાં નાકામ રહેવા બદલ શુક્રવારે દેશના લોકોની માફી માંગી છે. તેમણે કહ્યું કે ઘટના રોકવામાં વિફળ રહેવા માટે પોતાના નાગરિકોની માફી માંગે છે, આપણા ચર્ચનું પુનઃનિર્માણ કરવા, અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા અને આતંકવાદને રોકવા માટે બધા જ પગલાં ઉઠાવવા સંકલ્પ લઈએ છીએ.

English summary
Days after Easter bombings, Three explosions hit Kalmunai city of Sri Lanka on Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X