Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISISનો ખાત્મો બોલાવશે રૂસના આ હથિયાર

મોસ્કો: રૂસે અમેરિકા અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ચિંતા કર્યા વગર સિરીયામાં આતંકી સંગઠન ISISની વિરૂદ્ધ હુમલાઓ શરૂ કરી દીધા છે. યુક્રેન સંકટ બાદ યુરોપ અને અમેરિકાની આલોચનાથી ઘેરાયેલા રૂસના આ પગલા ઘણાં મહત્વના માનવામાં આવી રહ્યાં છે.

અમેરિકાની ઇન્ટેલીજેન્સ એજન્સી અને સેનાઓ મળીને પણ ISIS વિરૂદ્ધ કોઇ મોટી સફળતા હાંસલ નથી કરી શક્યા. જો રૂસ આ આતંકી સંગઠન તોડવામાં સફળ થઇ જાય તો તેને દુનિયાના સૌથી તાકતવર દેશનો ખિતાબ મળી જશે.

રૂસ ISIS વિરૂદ્ધ સિરીયામાં પોતાના બેસ્ટ એરક્રાફ્ટ અને કમાન્ડો ફોર્સનો ઉપયોગ કરી રહ્યું છે. નિશ્ચિત રીતે રૂસનો આ હુમલો ISIS માટે માઠા સમાચાર છે.

નીચેની સ્લાઇડ્સ દ્વારા જાણો કે આખરે શા માટે રૂસ, સિરીયામાં ISIS માટે અમેરિકા કરતા વધુ ખતરનાક સાબિત કેવી રીતે થઇ શકે છે.

ટી-90 ટેન્ક

ટી-90 ટેન્ક

ટી-90 ટેન્ક્સની ગણતરી દુનિયાની સૌથી ખતરનાક ટેન્ક્સમાં થાય છે. આ ટેન્ક્સ પાણી અને રેતી એમ બંને પર ચાલી શકે છે. સાથે જ તેમા ઇંસ્ટોલ લેસર ગાઇડેડ મિસાઇલ ગણતરીની સેકન્ડ્સમાં જ દુશ્મનનું નામો નિશાન મીટાવી શકે છે.

સુખોઇ-25 ફ્રોગફુટ

સુખોઇ-25 ફ્રોગફુટ

દુનિયાના સૌથી જૂના કોમ્બેટ જેટ્સમાં ફ્રોગફુટને વર્તમાન સમયમાં સૌથી ખતરનાક જેટ માનવામાં આવે છે. રૂસે તેનો ઉપયોગ ઘણાં યુદ્ધોમાં કરીને જીત હાંસલ કરી છે. સિરીયામાં હાલમાં 12 સુખોઇ ફ્રોગફુટ ISISના વિવિધ અડ્ડાઓ પર હુમલો કરી રહ્યાં છે.

સુખોઇ એફ-24

સુખોઇ એફ-24

એક ડઝન એફ સુખોઇ-24 હાલમાં સિરીયામાં છે. આ ફાઇટર જેટ રૂસનું પહેલુ ઇંટીગ્રેટેડ ડિઝીટલ નેવિગેશન અટેક સીસ્ટમથી સજ્જ ફાઇટર જેટ છે. નાટો સેનાઓ પણ તેનો ઉપયોગ કરે છે. આ હવામાનની કોઇ પણ વિપરીત સ્થિતિમાં પણ દુશ્મનને પરાસ્ત કરી શકે છે.

AN 124

AN 124

રૂસે પોતાનું કાર્ગો પ્લેન પણ સિરીયામાં ઉતાર્યુ છે. AN 124 વાયા ઇરાન થઇને સિરીયા પહોંચ્યુ છે. આ દુનિયાનું સૌથી મોટું મિલીટરી કાર્ગો એરક્રાફ્ટ છે. હાલમાં સિરીયામાં રૂસના બેઝને જરૂરી સામાન પહોંચાડી રહ્યું છે.

સ્પેત્સનૈજ-ચેચેન આતંકીઓનો કાળ

સ્પેત્સનૈજ-ચેચેન આતંકીઓનો કાળ

અફઘાન મોડલ પર તૈયાર કરવામાં આવેલી રૂસની કમાંડો ફોર્સ સ્પેત્સનૈજ. આ કમાન્ડો ઓછામાં ઓછા સાધનોમાં પણ દુશ્મનને પરાસ્ત કરી શકે છે. આ કમાન્ડો દરેક પ્રકારની ટેક્નોલોજીથી સજ્જ છે. આ એ જ કમાંડો ફોર્સ છે જેણે રૂસમાંથી ચેચેન આતંકીઓનો સફાયો કર્યો હતો.

ફ્લાઇંગ ટેન્ક MI-24

ફ્લાઇંગ ટેન્ક MI-24

ફ્લાઇંગ ટેન્કના નામે જાણીતી MI-24ને હિંદના નામે પણ ઓળખવામાં આવે છે. આ સેનાને જમીન પર તો સપોર્ટ કરે જ છે સાથે જ નાજુક પરિસ્થિતિઓમાં ટ્રુપ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે.

BTR-82A

BTR-82A

આ એક પારંપરિક આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેન્ક છે. તેનો પ્રયોગ હાલમાં રૂસ સિવાય સિરીયાની સેના પણ કરી રહી છે.

રૂસના ડ્રોન

રૂસના ડ્રોન

ડ્રોનનો ઉપયોગ અમેરિકી સેના મોટા પાયે નથી કરી શક્તી. પરંતુ રૂસ અને સિરીયાની આર્મી એકસાથે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. જે ISIS માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X