મંગળ પર મળી આવ્યો બીજી દુનિયાનો કાટમાળ, જાણો શું છે હકીકત?
કેલિફોર્નિયા, 28 એપ્રિલ : યુએસ સ્પેસ એજન્સી નાસાના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરને મંગળની સપાટી પર વેરવિખેર કેટલોક કાટમાળ મળ્યો છે. તે કાટમાળ સાથે એક વિશાળ પેરાશૂટ પણ જોડાયેલું છે. કાટમાળને જોતા એવું લાગે છે કે તે ઉડતી વસ્તુ હશે, જે લાલ ગ્રહની સપાટી પર તૂટી પડી છે. વિજ્ઞાનીઓના મતે, કાટમાળ હજુ પણ ભૌતિક રીતે એકદમ ઠીક લાગે છે અને ક્રેશને કારણે તેનો આગળનો ભાગ જ વેરવિખેર થઈ ગયો છે. પેરાશૂટની પહોળાઈ 70 ફૂટ હોવાનું કહેવાય છે. મૂળ ભંગાર પણ ઘણો મોટો છે. પરંતુ, આ કાટમાળ બહારની દુનિયાથી મંગળ સુધીનો છે અને તેનાથી વૈજ્ઞાનિકોને લાલ ગ્રહને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

મંગળ પર મળી આવેલો 'અન્ય વિશ્વ'નો કાટમાળ શું છે?
નાસાના ઇન્જેન્યુઇટી માર્સ હેલિકોપ્ટરે તાજેતરમાં મંગળની સપાટી પર ઉડતી વસ્તુનો કાટમાળ જોયો છે. મંગળને પોતે આ કાટમાળ સાથે કોઈ લેવાદેવા નથી. તે તેના માટે બીજી દુનિયા છે. શંકુ આકારનું બેકશેલ અને તેની સાથે જોડાયેલ ધૂળથી ભરેલું પેરાશૂટ કાટમાળમાં દેખાય છે. જો કે આ કોઈ એલિયન્સ સંબંધિત મુદ્દો નથી. મંગળ પર અન્ય વિશ્વનો આ કાટમાળ પણ નાસાના અભિયાન સાથે જોડાયેલો છે. હકીકતમાં આ પેરાશૂટ અને શંકુ આકારના બેકશેલ પર્સેવિરોન્સ રોવરને તેની સપાટી પર ઉતરવામાં મદદ કરી હતી. જ્યારે રોવર રેડ પ્લેનેટ પર ઉતરી રહ્યું હતું, ત્યારે તે બંને તેનાથી અલગ થઈ ગયા હતા અને હવે ઈન્જેન્યુટી હેલિકોપ્ટરમાં લાગેલા કેમેરાએ તે દૃશ્ય પકડી લીધું છે. લેન્ડિંગની આ ઘટના ફેબ્રુઆરી 2021માં બની હતી.

આ બીજી દુનિયાનું છે?
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા બુધવારે ઈમેજ બહાર પાડવામાં આવ્યા પછી પર્સેવિરોન્સની પેરાશૂટ સિસ્ટમ માટે કામ કરનાર ઈજનેર ઈયાન ક્લાર્કે જણાવ્યું હતું કે, "તેમાં ચોક્કસપણે કોઈ સાય-ફાઈ તત્વ છે. .' તેણે કહ્યું છે કે, 'તે બીજી દુનિયામાંથી આવ્યો છે, નહીં?' એક વર્ષથી પર્સેવિરેન્સ રોવર મંગળના ખડકોની શોધમાં તે જ જગ્યાએથી પસાર થયું છે જ્યાં તે ઉતર્યું હતું. રોવરનો રોબોટિક સાથી હેલિકોપ્ટર ઇન્જેન્યુટી તેની સાથે ચાલે છે.

ઉતરાણ પહેલા લગભગ 3 કિમી પહેલા અલગ થયું હતું
પેરાશૂટ અને બેકશેલ રોવરથી ત્યારે અલગ થઈ ગયા હતા જ્યારે તે 1.3 માઈલથી વધુ અથવા લગભગ 3 કિલોમીટરની ઊંચાઈએ હતા. તે બાદ સંચાલિત સિસ્ટમ સ્કાયક્રેનને પર્સેવિરેન્સ રોવરનું લેન્ડિંગ કરાવ્યુ હતુ. બે બાદ બેકશેલ અને પેરાશૂટ તેનાથી ઉત્તર-પશ્ચિમમાં 1 માઈલથી વધુ દુર પડ્યા હતા અને ક્રેશ લેન્ડિંગને કારણે તેનો આ કાટમાળ છે.

બેકશલ 125 કિમીથી વધુની ઝડપે પડ્યુ હતું
લગભગ 15 ફૂટ વ્યાસ ધરાવતું બેકશેલ 125 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે મંગળ સાથે અથડાયુ હતું. એક વર્ષ વીતી ગયા પછી પણ તે તેમજ નજર આવ્યુ છે. પેરાશૂટના દોરડા પણ બેકશેલ તેની સાથે જોડાયેલા છે. જો કે, એન્જિનિયરોએ આ ફોટોનો વિગતવાર અભ્યાસ શરૂ કર્યો છે.

ભવિષ્યના મંગળ મિશનમાં મદદ કરશે
બેકશેલનો અભ્યાસ ભવિષ્યના મિશન માટે નાસાને મદદરૂપ સાબિત થઈ શકે છે, જેમ કે લાલ ગ્રહ પરથી ખડક અને માટીને પૃથ્વી પર લાવવા અને તેના પર વ્યાપક અભ્યાસ કરવા. નાસાના માર્સ સેમ્પલ રિટર્ન મિશન તરીકે ઓળખાતા તે મિશનમાં મંગળની સપાટી પર બે લેન્ડર્સ લેન્ડ કરવાના રહેશે. એક રોવર, જે પર્સેવિરોન્સમાંથી ડ્રિલ્ડ માટી એકત્રિત કરશે, અને એક નાનું રોકેટ જે નમૂનાને મંગળથી તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરશે, જ્યાંથી અન્ય અવકાશયાન તેને પૃથ્વી પર પાછું લાવશે.
We spy with our little eyes…rover landing gear!
— NASA JPL (@NASAJPL) April 27, 2022
During the #MarsHelicopter’s 26th flight, it took photos of the entry, descent, & landing gear @NASAPersevere needed to safely land on Mars. You can see the protective backshell & massive dusty parachute. https://t.co/1r5uoc5FyM pic.twitter.com/ePlEASIrr0
રોવર હાલ કામ કરી રહ્યું છે
બીજી તરફ પર્સેવિરોન્સ સતત તેના અભિયાનમાં વ્યસ્ત છે. 2 એપ્રિલના રોજ તેણે મંગળના નાના ચંદ્ર ફોબોસના ફોટાઓની સંપૂર્ણ શ્રેણી લીધી હતી, આ વખતે તે સૂર્યની સામેથી પસાર થયો અને આંશિક ગ્રહણ થયું હતું. ફોબોસની ભ્રમણકક્ષાની વિગતવાર ગણતરીઓ મંગળની આંતરિક રચના વિશે ઘણાં સંકેતો આપે તેવી અપેક્ષા છે.