ગેંગરેપ પીડિતાના પિતાની ઇચ્છા, દુનિયા જાણે પુત્રીનું નામ

gang rape
લંડન, 6 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપ પીડિત યુવતીના પિતા ઇચ્છે છે કે તેમની પુત્રીનું નામ સાર્વજનિક કરવામાં આવે જેના પગલે શારિરીક હિંસાનો શિકાર અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે.

પીડિતાના પિતાએ બ્રિટેનના સમાચાર પત્ર 'સંડે પીપલ'ને જણાવ્યું કે 'અમે ઇચ્છીએ છીએ કે દુનિયા મારી દીકરીનું અસલી નામ જાણે.' તેમણે જણાવ્યું કે 'મારી દીકરીએ કંઇપણ ખોટું નથી કર્યું તેણે મોત સામે લડતા લડતા પોતાનો દમ તોડ્યો.'

પીડિતાના પિતાએ જણાવ્યું કે 'મને તેના પર ગર્વ છે. તેનું નામ સાર્વજનિક કરવાથી એ મહિલાઓને પ્રોત્સાહન મળશે જે આવા હુમલાઓનો શિકાર બની છે. તેમને સૌને મારી પુત્રીથી બળ મળશે'

સમાચાર પત્રએ પીડિત યુવતીના પિતા અને તેમની પુત્રીનું નામ જાહેર કર્યું છે. સમાચાર પત્રએ સ્પષ્ટીકરણ છે કે નામ સાર્વજનિક કરવા માટે પીડિતાના પિતાએ તેમની સહમતિ દર્શાવી હતી. સમાચાર પત્રએ જોકે પરિવારના અનુરોધ પર પીડિતાની તસવીર પ્રકાશિત કરી નહી.

નોંધનીય છે આ પહેલા શશિ થરૂર અને કિરણ બેદીએ પીડિતાનું નામ જાહેર કરી નવા કાનૂનનું નામ તેના પર રાખવાની હિમાયત કરી હતી અને તેના પર પીડિતાના પિતાએ સહમતિ પણ દર્શાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X