કમાણી કરવામાં ધોનીએ અલોંસો, બોલ્ટ, નડાલને પાછળ છોડ્યા

dhoni
નવી દિલ્હી, 7 જૂન : ક્રિકેટના મેદાન પર હરહંમેશ નવા નવા વિક્રમો રચતા જઇ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ અન્ય ક્ષેત્રોમાં પણ પોતાના નામે વિક્રમો નોંધાવવાનું શરૂ કર્યું છે. જીહા, આજે આપણે ધોનીની કમાણીની વાત કરવી છે. કમાણીની બાબતમાં ધોની વિશ્વના અનેક અગ્રણી ખેલાડીઓને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે.

મહેન્દ્ર સિંહ ધોની સર્વાધિક કમાણી કરનારા વિશ્વના ટોચના 100 ખેલાડીઓમાં 16મા ક્રમે પહોંચી ગયા છે.ધોનીની વાર્ષિક કમાણી 3 કરોડ 15 લાખ ડોલર (179 કરોડ રૂપિયા) છે. એટલે કે ધોની રોજના રૂપિયા 50 લાખની કમાણી કરે છે. ધોની ફોર્મ્‍યુલા વન સ્‍ટાર ફર્નાન્‍ડો અલોન્‍સો (3 કરોડ ડોલર), ટેનિસના બાદશાહ નોવાક જોકોવીક (2.69 કરોડ ડોલર) અને દોડવીર ઉસેન બોલ્‍ટથી ઘણો આગળ છે. વિશ્વની બીજા નંબરની ટેનિસ ખેલાડી રૂસની માર્યા સારાપોવા 22મા સ્‍થાને છે. તેની કમાણી 2 કરોડ 90 લાખ ડોલર છે.

વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝિન ફોર્બ્‍સ દ્વારા પ્રકાશિત વાર્ષિક ખેલ સર્વેમાં છેલ્લા એક વર્ષની કમાણીના આધાર પર આ આંકડા આપ્‍યા છે. ગોલ્‍ફના બેતાઝ બાદશાહ અમેરિકાના ટાઇગર વુડસ ફરી એક વખત કમાણી નંબર 1ના સ્થાને રહ્યા છે. વૂડ્સની વાર્ષિક કમાણી 7 કરોડ 80 લાખ ડોલર છે.

જયારે 17 ગ્રાન્‍ડ સ્‍લેમ ખિતાબ પર કબજો કરનાર સ્‍વીસના રોજર ફેડરર (7 કરોડ 10 લાખ ડોલર) બીજા સ્‍થાને છે. અમેરિકી બાસ્‍કેટ બોલ ખેલાડી કોબે બ્રાયન્‍ટ 6.19 કરોડ ડોલર સાથે ત્રીજા ક્રમે અને લેબોન જેમ્‍સ 6.18 કરોડ ડોલર સાથે ચોથા સ્‍થાને છે. ફુટબોલના ઇંગ્‍લેન્‍ડના પ્‍લેયર ડેવિડ બેકહમ આઠમા સ્‍થાને, રોનાલ્‍ડો નવમા, આર્જેન્‍ટીનાના લીઓનેલ મેસી 10મા સ્‍થાને છે.

કમાણીની દુનિયામાં ટોચના 100 ખેલાડીઓમાં માત્ર બે ક્રિકેટર છે અને તે બંને ભારતના છે. આ યાદીમાં સચિન તેંડુલકર 51મા ક્રમે, અલોન્‍સો 19મા ક્રમે, જોકવીક 28મા ક્રમે, રાફેલ નડાલ 30મા ક્રમે અને યુસેન બોલ્‍ટ 40મા ક્રમે છે. માસ્‍ટર બ્‍લાસ્‍ટર સચિનની કમાણી 2 કરોડ 20 લાખ ડોલર છે. જેમાં 1 કરોડ 80 લાખ જાહેરાતથી અને 40 લાખ ડોલર ક્રિકેટની કમાણી તથા એવોર્ડની રકમ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X