ખરેખર અમેરિકી રાષ્ટ્રપતિ ન્યૂકિલિયર બટન સાથે લઈને જાય છે? જાણો શું હોય છે સાથે રહેલા બ્રિફકેસમાં?
G-20 સમિટ માટે દુનિયાભરના મોટા નેતાઓ ભારત આવી રહ્યા છે. આ નેતાઓમાં અમેરિકી રાષ્ટ્રપતિ પણ સામેલ છે. કહેવાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યાં પણ જાય છે ત્યાં ન્યૂકિલિયર બટન સાથે લઈને જાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં કોઈ ચુક ન થાય તે માટે પહેલાથી જ ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. તમે જાણો છો કે રાષ્ટ્રપતિની સુરક્ષા કરતા એજન્ટો સતત તેમની સાથે એક બ્લેક બ્રીફકેસ રાખે છે? કહેવાય છે કે પરમાણુ મિસાઇલ લોન્ચિંગ બ્રીફકેસ કહેવામાં આવે છે.

પહેલા જ 4 અમેરિકી રાષ્ટ્રપતિઓની હત્યા થઈ ચૂકી છે. અમેરિકા વિશ્વના સૌથી શક્તિશાળી દેશ મનાય છે ત્યારે તેના વડા પર કોઈ હુમલો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સત સતર્ક રહે છે. આ જ કારણ છે કે 1901માં સિક્રેટ સર્વિસ એજન્ટોને રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ એજન્ટોને આધુનિક તાલીમ આપવામાં આવે છે. તે તેમની પાસે એક બ્લેક રંગની બ્રિફકેસ લઈને ફરે છે. હંમેશા રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસોમાં આ બ્રિફકેસ સાથે જ હોય છે. આમાં પરમાણુ મિસાઇલો લોન્ચ કરવાનું ઍક્સેસ હોય છે. તે હંમેશા રાષ્ટ્રપતિ પાસે રહે છે.
જો ક્યારેય એવી સ્થિતિ ઉભી થાય કે વિશ્વના કોઈપણ ખૂણા પર પરમાણુ હુમલો કરવાની જરૂર હોય અને રાષ્ટ્રપતિ કોઈપણ દેશની મુલાકાતે હોય તો તેઓ ત્યાંથી જ પરમાણુ હુમલાનો આદેશ આપી શકે છે.
જો બાઈડનની દિલ્હી મુલાકાત માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. સૌથી બહારના સ્તરમાં અર્ધલશ્કરી દળના કર્મચારીઓ હશે, બીજા સ્તરમાં ભારતના સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપના કમાન્ડો હશે અને સૌથી અંદરના સ્તરમાં સિક્રેટ સર્વિસ એજન્ટ હશે.
જો બાઈડન અને અન્ય યુએસ ડેલિગેટ્સ ITC મૌર્ય શેરેટોન હોટેલમાં રોકાશે. અહીં તમામ કર્મચારીઓની તપાસ કરાશે. જો બાઈડન અહીં 14મા માળે રહેશે. બાઈડન જ્યાં રોકાશે ત્યાં વિશેષ ઍક્સેસ કાર્ડ આપવામાં આવશે. ફ્લોર સુધી પહોંચવા માટે ખાસ લિફ્ટ લગાવવામાં આવી છે. આ હોટલના લગભગ 400 રૂમ બાઈડન માટે બુક કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
