ડોકલામમાં ભારત અને ચીન પોત પોતાની સેના દૂર કરવા તૈયાર

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને ચીન પોત પોતાની સેનાને ડોકલામમાં પોતાની જગ્યાએથી હટાવવા તૈયાર થઇ ગયા છે. બન્ને દેશોની સેના પાછલા 10 અઠવાડિયાથી અહીં એક બીજાની સામે ઊભી હતી. આ વચ્ચે બંન્ને દેશોએ પોતાની સેના પાછી લેવાની વાત કહી છે. નોંધનીય છે કે ડોકલામ પર વિવાદ વધતા ચીન આડકતરી રીતે ભારતને યુદ્ધની ધમકીઓ આપવાની શરૂ કરી દીધી હતી પણ ભારતે પણ પોતાની રણનીતિ આગળ નહતું પાછળ ના પડતા હવે બન્ને દેશોએ સાથે પોતાની સેનાને ત્યાંથી હટાવાની વાત કહી છે. જેને ભારતે પણ સ્વીકારી છે.

india and china army

નોંધનીય છે કે આમ કરવાથી ભારતની કૂટનૈતિક રીતે એક મોટી જીત થઇ છે. તેમ છતાં ચીનથી હજી પણ ચેતતા રહેવાની જ્યાં ભારતને જરૂર છે ત્યાં જ ઇન્ડિયન આર્મી ચીન આગળ ટસથી મસ ના થઇને દુનિયા સામે પોતાનું શક્તિ બતાવી દીધી છે. ત્યારે ચીનની સરકાર દ્વારા લેવામાં આવેલા આ મોટા નિર્ણય પછી બંન્ને દેશો સાથે પોતાની સીમામાંથી પાછા ફરશે તેવા ઓર્ડર ઉચ્ચ સ્તરે તો અધિકારીઓએ આપી દીધા છે.

English summary
Doklam standoff- India and China both ready to move back its military from territory

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.