ટ્રમ્પની મુશ્કેલી વધી, આ કેસમાં કેન્દ્રીય આરોપોને જાહેર કરાયા

અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી સતત વધી રહી છે. હવે ગુપ્ત દસ્તાવેજો સાથે જોડાયેલા કેસમાં ટ્રમ્પની સામે આરોપ લગાવવામાં આવ્યા છે, અને તેમના પર કેસ ચાલી રહ્યો છે. ગુપ્ત સુચનાને પોતાની પાસે રાખવાના કેસમાં ટ્રમ્પની સામે લગાવેલા કેન્દ્રીય આરોપોને જાહેર કરવામાં આવ્યા છે.

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોપનીય માહિતી રાખવા અને ન્યાયમાં અવરોધ ઉભો કરવાના 37 ગુના નોંધવામાં આવ્યા છે. આરોપોમાંનો એક એવો છે કે, તેણે પેન્ટાગોન પર હુમલાનો પ્લાન જાહેર કર્યો હતો અને લશ્કરી કાર્યવાહીથી સંબંધિત ગુપ્ત નકશો શેર કર્યો હતો. ફેડરલ પ્રોસિક્યુટર્સે તેમના પર યુએસ પરમાણુ અને સંરક્ષણ કાર્યક્રમો સંબંધિત ટોચની ગુપ્ત ફાઇલો ગેરકાયદેસર રીતે રાખવાનો આરોપ મૂક્યો હતો.

Donald Trump

આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે ફાઇલ્સ પરત ન કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષે જૂનમાં આ કેસમાં સમન્સ મળ્યા બાદ તેમણે પોતાના વકીલને આ દસ્તાવેજો છૂપાવવા અથવા તેનો નાશ કરવા જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, તેમને મંગળવારના રોજ મિયામી ફેડરલ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ આર્કાઈવ્સે ટ્રમ્પ અને તેમની ટીમને વ્હાઇટ હાઉસમાં તેમના રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિના રેકોર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો પરત કરવાની માંગ કરી હતી.

કેટલાક મહિનાઓ બાદ લગભગ 200 વર્ગીકૃત દસ્તાવેજો પરત કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં FBI એ ઓગસ્ટ 2022માં ટ્રમ્પના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં FBIએ 100 થી વધુ ગોપનીય દસ્તાવેજો રિકવર કર્યા હતા.

આવા સમયે તેમના પર નવા આરોપો બાદ, ટ્રમ્પે તેના વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે આવી ઘટનાઓ બનશે! આ તે વ્યક્તિ સાથે થઈ રહ્યું છે, જેણે અત્યાર સુધીના તમામ પ્રમુખોમાં સૌથી વધુ મત મેળવ્યા છે અને હજુ પણ વર્તમાન પ્રમુખ કરતાં વધુ લોકપ્રિય છું. હું નિર્દોષ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X