ડોનાલ્ડ ટ્રમ્પની બહેનનો ઑડિયો વાયરલ, બોલ્યા - તે જરા પણ ભરોસાને લાયક નથી

ટ્રમ્પની બહેનનો એક ઑડિયો વાયરલ થયો છે અને આ ઑડિયો તેમની મહેનત પર પાણી ફેરવી શકે છે.

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાના ચૂંટણી પ્રચાર માટે જોરદાર મહેનત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન તેમની બહેનનો એક ઑડિયો વાયરલ થયો છે અને આ ઑડિયો તેમની મહેનત પર પાણી ફેરવી શકે છે. મેરિયાને ટ્રમ્પ બેરીની ઉંમર અત્યારે 83 વર્ષની છે અને એક જજ તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. જે ઑડિયો વાયરલ થયો છે તેમાં તે ટ્રમ્પને સિદ્ધાંત વિનાનો વ્યક્તિ ગણાવી રહ્યા છે. સાથે જ તે કહી રહ્યા છે કે તેમના ભાઈ પર બિલકુલ ભરોસો ન કરી શકાય.

જજ રહ્યા છે ટ્રમ્પની બહેન

જજ રહ્યા છે ટ્રમ્પની બહેન

આ ઑડિયો એ સમયનો છે જ્યારે ટ્રમ્પે શરણાર્થીઓના અમેરિકામાં દાખલ થવા પર બેન લગાવી દીધો હતો. એ વખતે બાળકોને પણ તેમના માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યા હતા. ટ્રમ્પે એ દરમિયાન ફૉક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની બહેનના ઉલ્લેખ પર કહ્યુ હતુ, 'કદાચ મારે તેમને બૉર્ડર પર રાખવા પડશે.' મેરી એ વખતે જજ તરીકે કામ કરી રહ્યા હતા.

ચૂપચાપ તેમની એક વાતચીતને રેકોર્ડ કરી લીધી

ચૂપચાપ તેમની એક વાતચીતને રેકોર્ડ કરી લીધી

ત્યારબાદ તેમની ભાણી મેરી એલ ટ્રમ્પે ચૂપચાપ તેમની એક વાતચીતને રેકોર્ડ કરી લીધી હતી. તેમાં બેરી કહી રહ્યા હતા, 'આ માત્ર તેમના આધારને મજબૂત કરવા માંગે છે. તેમના કોઈ સિદ્ધાંત નથી અને હે ભગવાન જો તમે એક ધાર્મિક વ્યક્તિ હોય અને લોકોની મદદ કરવા ઈચ્છતા હોય તો પછી તમે આ બધુ નહિ કરો.'

ભાઈના કામ કરવાની રીતથી દુઃખી છે બહેન

ભાઈના કામ કરવાની રીતથી દુઃખી છે બહેન

બેરી એ જોઈને ઘણા દુઃખી છે કે 74 વર્ષના તેમના ભાઈ જે દેશના રાષ્ટ્રપતિ છે તે કઈ રીતે પોતાનુ કામ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ, 'હું ખૂબ જ આઝાદી સાથે વાત કરી રહી છુ. કહાનીઓ બદલાઈ રહી છે અને કોઈ તૈયારી પણ નથી.' તેમણે સવાલ કર્યો કે છેવટે બાળકોને બૉર્ડર પર કેમ રોકવામાં આવી રહ્યા છે. તેમનુ કહેવુ હતુ કે, 'લાગે છે કે મારા ભાઈએ કોર્ટમાં મારી તરફથી આપેલા પ્રવાસન વિકલ્પોને વાંચ્યા નથી.' જ્યારે મેરી ટ્રમ્પની ભાણીએ તેમને સવાલ કર્યો કે તે શું વાંચે છે તો આના પર બેરીએ કહ્યુ, 'તે બિલકુલ વાંચતો નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X