ટ્રમ્પનો ઈશારો, કોરોના મહામારી પર ચીન પાસેથી વસૂલશે ભારે દંડ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કહ્યુ કે તેમનો દેશ ચીન સામે એક ગંભીર તપાસ કરી રહ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કહ્યુ કે તેમનો દેશ ચીન સામે એક ગંભીર તપાસ કરી રહ્યો છે. ટ્રમ્પે આ નિવેદન સાથે જ ઈશારો કર્યો કે અમેરિકા દંડ તરીકે એ રકમથી અનેક ગણી વધુ રકમ ચીન પાસેથી લેશે જેનો ઉલ્લેખ થોડા દિવસો અગાઉ જર્મની તરફથી કરવામાં આવ્યો છે. અમેરિકામાં સોમવારે કોરોના વાયરસના કારણે 1303 લોકોના મોત થયા છે અને આ સાથે જ દેશમાં કુલ મોતનો આંકડો 56,144 સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પની માનીએ તો અમેરિકામાં મહામારીથી મરનારનો આંકડો 70,000ને પાર પહોંચી શકે છે.

જર્મનીથી વધુ હશે રકમ
સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, 'જર્મની પણ એ રીતે જ વાત કરી રહ્યુ છે જે રીતે આપણે કરી રહ્યા છે અને આપણે એનાથી વધુ રકમ માંગીશુ જે જર્મની ઈચ્છે છે.' જર્મની ચીન પાસેથી વળતર કરીતે 130 બિલિયન યુરોની માંગ કરી છે. ટ્રમ્પે જર્મની તરફથી ચીનને મોકલેલા બિલ વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા. ટ્રમ્પે મીડિયાને પૂછ્યુ, 'તમારુ પ્રશાસન પણ શું આ રીતનુ કોઈ પગલુ લેવાનુ છે?' આના પર તેમણે જવાબ આપ્યો, 'હા,અમે પણ આવી કરી શકીએ છે અને અમારી પાસે આમ કરવાના ઘણા રસ્તા છે જે તેમનાથી ઘણા સરળ છે.' ટ્રમ્પના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેમણે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી પરંતુ તે આના પર વિચારી રહ્યા છે. ટ્રમ્પે કહ્યુ કે આખી દુનિયાને મોટુ નુકશાન થયુ છે. આ નુકશાન માત્ર અમેરિકામાં જ નહિ પરંતુ આખી દુનિયાનુ છે. તેમણે કહ્યુ, 'ઘણા એવા રસ્તા છે જેમની મદદથી ચીનને વાયરસ ફેલાવા માટે જવાબદાર ગણાવી શકાય છે. બહુ જ ગંભીર તપાસ કરી રહ્યા છે. અમે ચીનથી ખુશ નથી.'
ચીનના વિરોધમાં ઉઠ્યા સૂર
જાનલેવા વાયરસ કોવિડ-19 જે ડિસેમ્બર 2019માં ચીનના વુહાનથી નીકળ્યો હતો તે હવે આખી દુનિયામાં બે લાખ લોકોના જીવ લઈ ચૂક્યો છે. લગભગ 30 લાખથી વધુ લોકો આનાથી સંક્રમિત છે. અમેરિકા, યુરોપ બાદ દુનિયાનો બીજો ભાગ છે જેના પર વાયરસની સૌથી ખરાબ અસર પડી છે. ભારતમાં પણ અત્યાર સુધી 886 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત યુનાઈટેડ કિંગડમ(યુકે), જર્મની અને ફ્રાંસના નેતા માની રહ્યા છે કે વાયરસથી આટલા લોકોના જીવ ન જાત જો ચીને થોડી પારદર્શિતા બતાવી હોત. ઘણી વર્લ્ડ લીડર્સેચીન પર આરોપ લગાવ્યા છે કે તેણે શરૂઆતમાં જ વાયરસ વિશે કોઈ માહિતી શેર ન કરી અને આનુ પરિણા દુનિયાને ભોગવવુ પડી રહ્યુ છે. તેમનુ માનવુ છે કે જો ચીન ઈચ્છતુ તો આટલા મોટા સ્તરે થયેલ મોતને બચાવી શકાયુ હોત.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
