Donald trump inauguration : ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અભિનંદન પાઠવ્યા
Putin Congratulates Donald Trump : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. ટ્રમ્પને દુનિયાભરના નેતાઓ અભિનંદન આપી રહ્યાં છે.
આ ક્રમમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી રાષ્ટ્રપતિ બનવા માટે અભિનંદન આપ્યા છે. પુતિને શપથ ગ્રહણ સમારોહ પહેલા ટ્રમ્પને અભિનંદન આપ્યા.

પુતિને ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં બીજી વાર પાછા ફરવા બદલ શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન યુક્રેનમાં સ્થાયી શાંતિની ઇચ્છા રાખે છે.
જણાવી દઈએ કે, ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તે પદ સંભાળશે ત્યારે તે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. જો કે, ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો અંત લાવવાની યોજના જાહેર કરી નથી.
પુતિને એક ટેલિવિઝન નિવેદનમાં ટ્રમ્પને તેમના આગામી શપથગ્રહણ પર અભિનંદન આપતા કહ્યું કે, અમે યુક્રેનિયન સંઘર્ષ પર નવા યુએસ વહીવટીતંત્ર સાથે વાતચીત કરવા માટે પણ તૈયાર છીએ. કોઈપણ કરાર બધા લોકોના કાયદેસર હિતોના આદર પર આધારિત કાયમી શાંતિ સુનિશ્ચિત કરતો હોવો જોઈએ.
વિદેશ નીતિ મામલે ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ પદ સંભાળ્યાના 24 કલાકની અંદર અથવા તેનાથી પણ વહેલા યુક્રેનમાં યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કમલા હેરિસ સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, આ એક એવું યુદ્ધ છે જેનો ઉકેલ લાવવાની ખૂબ જ જરૂર છે. હું રાષ્ટ્રપતિ બનતા પહેલા તેને ઉકેલી લઈશ.
તેમણે કહ્યું કે, હું ઝેલેન્સકીને ખૂબ સારી રીતે ઓળખું છું, અને હું પુતિનને ખૂબ સારી રીતે ઓળખું છું. મારા સારા સંબંધો છે અને તેઓ તમારા રાષ્ટ્રપતિનો આદર કરે છે. તેઓ મારો આદર કરે છે. તે બાઈડનનો આદર નથી કરતા.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર યુક્રેનને આપવામાં આવતી અમેરિકાની સહાય પર નારાજગી વ્યક્ત કરી છે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરી શકે છે.












Click it and Unblock the Notifications
