ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માફિયા બોસ કહેનાર એફબીઆઈ પૂર્વ ડાયરેક્ટર ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ નૈતિક રૂપે રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય નથી. એબીસી ન્યુઝને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં જેમ્સ કોમીએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તુલના એક માફિયા પરિવાર સાથે કરતા કહ્યું કે તેમની અધ્યક્ષતા જંગલમાં આગ બરાબર છે. કોમી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાસે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અપરાધિક પુરાવા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ડોનાલ્ડ ટ્રમ્પએ જેમ્સ કોમીને એફબીઆઈ ડાયરેક્ટર પદથી હટાવી દીધા હતા. જેઓ વર્ષ 2016 દરમિયાન અમેરિકી ઈલેક્શન દરમિયાન રશિયન દખલગીરી અંગે જાંચ કરી રહ્યા હતા. આ અઠવાડિયે કોમીની બુક A Higher Loyalty: Truth, Lies, and Leadership લોન્ચ થઇ રહી છે.

સ્વાસ્થ્ય કારણે નહીં પરંતુ નૈતિક રૂપે અયોગ્ય છે ટ્રમ્પ

સ્વાસ્થ્ય કારણે નહીં પરંતુ નૈતિક રૂપે અયોગ્ય છે ટ્રમ્પ

કોમી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્વાસ્થ્ય કારણે નહીં પરંતુ નૈતિક રૂપે અયોગ્ય છે. કોમી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બની શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2013 દરમિયાન મોસ્કોમાં એક કોલ ગર્લને મળ્યા હતા. પરંતુ તેના વિશે પુરે પુરી જાણકારી નથી.

ટ્રમ્પ ફક્ત ખોટું જ બોલે છે

ટ્રમ્પ ફક્ત ખોટું જ બોલે છે

જેમ્સ કોમીની બુક લોન્ચ થઇ રહી છે. પરંતુ તેના પહેલા જ મીડિયામાં કેટલાક અંશ લીક થઇ ચુક્યા છે. જેમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને અનૈતિક રાષ્ટ્રપતિ ગણાવી રહ્યા છે. ટ્રમ્પ વિશે તેને આ બુકમાં લખ્યું કે "એક બોસ જે પુરી રીતે નિયંત્રણ છે, જે વફાદારીની કસમો ખાય છે, જે હું વિરુદ્ધ આખી દુનિયા છે, જે બધું જ ખાલી ખોટું બોલે છે, તેના માટે કોઈ નાનો છે તો કોઈ મોટો છે". કોમીએ પોતાની 304 પેજની બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પને "માફિયા સ્ટાઇલ બોસ" ગણાવ્યો છે.

ટ્રમ્પએ આપ્યો જવાબ

ટ્રમ્પએ આપ્યો જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પએ ટવિટ કરીને કોમીના આરોપોને ખોટા ગણાવ્યા છે. ટ્રમ્પએ જણાવ્યું કે કોમીએ પોતાની જાણકારીમાં કોંગ્રેસ સામે ખોટું બોલ્યું છે. ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જૂઠો જેમ્સ કોમી એક એવો વ્યક્તિ છે, જેનો હંમેશા ખરાબ અંત આવે છે અને તે બિલકુલ પણ સ્માર્ટ નથી. તેને એફબીઆઈ ના સૌથી ખરાબ ડાયરેક્ટર તરીકે યાદ કરવામાં આવશે.

English summary
Donald Trump Morally Unfit To Be President," Says Ex-FBI Chief James Comey

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.