ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ફરી ધમકી, 24 કલાકમાં ભારે ટેરિફ લાદવાની વાત કરી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત પર ભડક્યા છે. મંગળવારે 5 ઓગસ્ટ, 2025 તેમણે એક મોટું નિવેદન આપતા કહ્યું કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લાદશે.
ટ્રમ્પે આ નિવેદન રશિયાને યુદ્ધ મશીન ગણાવીને આપ્યું અને ભારત પર રશિયાને ઈંધણ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો. CNBC સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે, ભારત એક સારો વેપારી ભાગીદાર નથી, કારણ કે તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે, પરંતુ અમે તેમની સાથે વેપાર કરતા નથી.

અમે 25 ટકા ટેરિફ પર સંમત થયા હતા, પરંતુ મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં તેને નોંધપાત્ર રીતે વધારી દઈશ, કારણ કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે.
અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ક્રૂડ ઓઈલની નિકાસ અંગે ભારતની ટીકા કર્યા બાદ ટ્રમ્પનું આ નિવેદન ફરી એકવાર સામે આવ્યું છે.
ટ્રમ્પે અગાઉ પણ ભારત પર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને તેને નફા પર વેચવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો.
આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય વેપાર અને ભૌગોલિક રાજકીય સંબંધોમાં નવા તણાવ ઊભા કરી શકે છે. ભારત અને અમેરિકાના સંબંધોમાં આ સંભવિત ટેરિફ વધારો શું અસર લાવશે, તે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
