ડોનાલ્ડ ટ્રમ્પે કરી આ માંગ, પૂરી ના થઈ તો 900 બિલિયન ડૉલરનું કોવિડ રાહત બિલ કેંસલ કરી દેશે
ડોનાલ્ડ ટ્રમ્પે કરી આ માંગ, પૂરી ના થઈ તો 900 બિલિયન ડૉલરનું કોવિડ રાહત બિલ કેંસલ કરી દેશે
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસથી પાસ થયેલ 900 બિલિયન ડૉલરના કોરોના રાહત બિલ પર હસ્તાક્ષર ના કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના મહામારી દરમ્યાન પરિવારોને જે રકમ આપવામાં આવી રહી છે તે બહુ ઓછી છે. ટ્રમ્પે કોંગ્રેસને આ બિલ વધારવાની માંગ કરી છે. ટ્વિટર પર જાહેર એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે જો આવું ના થયું તો તેઓ બિલ પરત મોકલી આપશે.

રિપબ્લિકન ટ્રમ્પ જેમનો વ્હાઈટ હાઉસમાં માત્ર એક મહિનાથી પણ ઓછા સમયનો કાર્યકાળ બચ્યો છે, તેમણે કોંગ્રેસમાં સામેલ બંને પક્ષોને મહામારી દરમ્યાન લોકોને રાહત પહોંચાડવા સંયુક્ત પ્રયાસોને અધ્ધર લટકાવી દીધા છે.
ટ્વિટર પર એક વીડિયો સંદેશ જાહેર કરી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોંગ્રેસ મારી પાસે જે બિલ મોકલવાની યોજના બનાવી રહી છે તે ઘણું અલગ ચે. આ વાસ્તવમાં અપમાન છે. જણાવી દઈએ કે સોમવારે રાત્રે કોંગ્રેસના બંને સદન હાઉસ અને સેનેટે આ બિલ પાસ કરી દીધું છે. જે એક અઠવાડિયામાં પ્રેસિડેન્ટ પાસે હસ્તાક્ષર માટે આવવાનું ચે.
પ્રોત્સાહન રાશિ વધારવાની માંગ કરી
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસ આ બિલની નક્કી કરવામાં આવેલ પ્રોત્સાહન રાશિ 600 ડૉલર પ્રતિ વ્યક્તિથી 2000 ડૉલર પ્રતિવ્યક્તિ કરી દેવામાં આવે. આની સાથે જ ટ્રમ્પે બિલમાં વિદેશોને આપવામાં આવતી રાશિની સાથે જ મત્સ્ય ઉછેરની રાશિ જેવા બીજા ખર્ચાને લઈને પણ ફરિયાદ કરી છે.
ટ્રમ્પે કહ્યું કે, "હું કોંગ્રેસને આગ્રહ કરું છું કે આ બિલથી બેકાર અને બીનજરૂરી વસ્તુઓ હટાવી દે અને એક યોગ્ય બિલ મોકલે. નકર નવું પ્રશાસન જ કોવિડ રાહત બિલને પાસ કરશે. કદાચ એ નવું પ્રશાસન મારું જ હોય."
ઉલ્લેખનીય છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ નવેમ્બરમાં થયેલ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન સામે હારી ગયા છે. 20 જાન્યુઆરીએ જો બિડેનને પ્રેસિડેન્ટ પદનો કાર્યભાર ગ્રહણ કરવાનો છે. આના માટે ટ્રાંજિશન ટીમ તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે હાર બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પરિણામ સ્વિકારી નથી શક્યા. તેઓ ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી પરિણામ ખોટા હોવાની રટ લઈને બેસી ગયા છે.












Click it and Unblock the Notifications
