Earthquake : ખતરનાક ભૂકંપથી 4 દેશમાં ખૌફનો માહોલ, જાણો અત્યારસુધીના તમામ અપડેટ
તુર્કીમાં અનુભવાયે ભૂકંપના આંચકાએ મોટી સંખ્યામાં જાનમાલનું નુકસાન કર્યુ છે. રિપોર્ટ અનુસાર, અત્યારસુધીમાં 2300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હી : સોમવારની સવાર તુર્કી, સીરિયા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ માટે ખૌફનાક સાબિત થઈ છે. ખતરનાક ભૂકંપને કારણે આ દેશોની ધરતી હલતા મોટી સંખ્યામાં જાનમાલનું નુકસાન થયુ છે. સામે આવી રહેલા રિપોર્ટ અનુસાર, આ ભુકંપમાં તુર્કી અને સીરિયા ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તુર્કીમાં સૌથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અહેવાલો અનુસાર, અત્યારસુધીમાં આ ભૂકંપમાં 23થી વધુ લોકોના જીવ ગયા છે. હાલ મોટાપાયે બચાવ કામગીરી ચાલી રહી છે. આ ભૂકંપની અસર તુર્કીથી 5,500 કિમી દૂર ગ્રીનલેન્ડમાં પણ જોવા મળી છે. અહીં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
તુર્કીમાં સોમવારે ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા. પહેલા ખતરનાક આંચકા બાદ વધુ બે આંચકા અનુભયા હતા. અનુક્રમે આ આંચકા 7.8, 7.6 અને 6.0ની તીવ્રતાના હતા. ભારતીય સમય અનુસાર બપોરે 3.54 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું, જે અંકારાથી 427 કિલોમીટર દૂર હતું. ભૂકંપ પછી 50 થી વધુ આફ્ટરશોક આવ્યા, જેમાં 7.5-ની તીવ્રતાના આફ્ટરશોક પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર,તુર્કી અને સીરિયા સાથે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડમાં આવેલા ભૂકંપ મુદ્દે US જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે, આ વિનાશક ભૂકંપથી લગભગ 20 લાખ ઘર પ્રભાવિત થયા છે. ભૂકંપની તીવ્રતા વધુ હોવાને કારણે પાંચ મિનિટ પછી બોર્નહોમના ડેનિશ ટાપુ અને આઠ મીનિટ બાદ પુરા ગ્રીનલેન્ડમાં અનુભવાયા હતા. બન્ને દેશોમાં પણ ઘણા આફ્ટરશોક અનુભવાયા છે.












Click it and Unblock the Notifications
