ચિલીમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.3
Earthquake In Chile: ચિલીના એન્ટોફાગાસ્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ અંગેની માહિતી યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 નોંધવામાં આવી છે.
આ ભૂકંપનું કેન્દ્ર એન્ટોફાગાસ્તાથી લગભગ 265 કિલોમીટર પૂર્વમાં હતું, જ્યારે તેની ઊંડાઈ 126 કિલોમીટર હતી. સારી વાત એ છે કે હાલમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરીકે તેમના X એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેઓ પ્રાદેશિક પ્રતિનિધિ સાથે વાત કરી ચૂક્યા છે અને હજુ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ ટીમો માહિતી એકત્રિત કરી રહી છે. ભૂકંપ પછી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના તાત્કાલિક અહેવાલો નથી.












Click it and Unblock the Notifications
