Earthquake in Indonesia: ભૂકંપના તીવ્ર ઝટકાથી કાંપ્યુ ઈન્ડોનેશિયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.4

Earthquake in Indonesia: ઈન્ડોનેશિયામાં આજે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ઈન્ડોનેશિયા જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર, સુમાત્રા દ્વીપના પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સવારે 3 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પછી ભૂકંપના કેટલાક હળવા આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધવામાં આવી હતી.

earthquake

ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આ ભૂકંપનો ડેટા એકત્ર કરી રહ્યા છે. પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકા બાદ લોકો બીચ પરથી દૂર હટી ગયા હતા.

લોકો ઘરની બહાર આવી ગયા હતા, કેટલાક લોકો આંચકાથી ખૂબ જ ડરી ગયા હતા. હાલમાં આંચકા બાદ કેટલાક લોકો દરિયાથી દૂર ખસી ગયા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના ફૂટેજમાં, પડંગના રહેવાસીઓ બાઇક પર પગપાળા ઊંચા સ્થાને જતા જોઈ શકાય છે. કેટલાક લોકો બેગ લઈને જતા રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X