સેનાની દેખરેખ હેઠળ ચૂંટણી ઇચ્છે છે પાક ચૂંટણી પંચ

તેમણે કહ્યું કે નીર્ણયોની જાહેરાત સુધી મતદાન કેન્દ્રો પર સૈનિકો તૈનાત રહેવા જોઇએ. પાકિસ્તાનમાં આ વર્ષે એપ્રિલ કે મેમાં સામાન્ય ચૂંટણી થઇ શકે છે. ચૂંટણીને લઇને નિર્વાચન આયોગે ઘણી બેઠકો કરી છે પરંતુ પહેલા વાર હતું કે સુરક્ષાની સ્થિતિને લઇને બેઠક બોલાવવામાં આવી હોય. ઇબ્રાહીમે સંવાદદાતાઓને કહ્યું કે ચૂંટણી નિષ્પક્ષ થવી જોઇએ. સૌથી મોટી સમસ્યા કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનું છે.
તેમણે કહ્યું કે સેના પ્રમુખ જનરલ અશફાક પરવેજ કયાનીએ ભરોસો દર્શાવ્યો છે કે, ચૂંટણી પ્રક્રિયામાં સેના પૂરો સહયોગ કરશે. ચૂંટણી આયોગ તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં રક્ષા સચિવ, ગૃહ સચિવ, ફ્રન્ટિયર કાર્પ અને પાકિસ્તાન રેન્જર્સના પ્રમુખ તથા ચાર પ્રાતોના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
