For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇજીપ્તના ત્રણ શહેરોમાં ઇમરજન્સી, હિંસામાં 50ના મોત

|
Google Oneindia Gujarati News

Egypt
કાહિરા, 29 જાન્યુઆરીઃ ઇજીપ્તમાં હિંસા બાદ રાષ્ટ્રપતિ મુહમ્મદ મુરસીએ સ્વેજ નહરની આસપાસ રમખાણ પ્રભાવિત ત્રણ શહેરોમાં એક મહિના માટે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. કેટલાક સ્થાનો પર હજુ પણ હિંસા ભડકી રહી છે. મૃતકોની સંખ્યાં અંદાજે 50 થઇ ગઇ છે અને 700થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અધિકૃત સમાચાર એજન્સીએ જણાવ્યા પ્રમાણે વિપક્ષી સંગઠન નેશનલ કોએલિશન ફ્રન્ટની બેઠકમાં નોબલ પુરરસ્કાર વિજેતા મોહમ્મદ અલબરદઇએ કહ્યું કે, સરકાર સાથેની વાર્તાલાપમાં ભાગ લેવામાં નહીં આવે. વાર્તાલાપ માટે નિમંત્રણ આપવું એ સમયની બરબાદી છે. સરકાર હિંસા રોકવામાં નાકામ રહી છે. મુરસીએ વિપક્ષી નેતાઓને વાર્તાલાપ માટે આમંત્રિત કર્યા હતા જેથી હાલના સંકટનુ સમાધાન કાઢી શકાય.

હિંસાને જોતા ત્રણ શહેરો પોર્ટ સઇદ, સુએજ અને ઇસ્લમાઇલિયામાં 30 દિવસ માટે ઇમરજન્સી લગાવવામાં આવી છે. તાજી હિંસા આજે કાહિરાના ઐતિહાસિક તહરીર ચૌક પર તઇ, જેમા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 50 થઇ છે. હિંસામાં 700થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કાહિરાના તહરીર ચૌક બે વર્ષ પહેલા તાનાશાહ હુસ્ની મુબારક વિરુદ્ધ ક્રાન્તિનું કેન્દ્ર બન્યા હતા. મુરસીએ કહ્યું કે, મેં કહ્યું છે કે હું ઇમરજન્સીના કોઇપણ પગલાંની વિરુદ્ધ છું, પરંતુ મે એમપણ કહ્યું છે કે રક્તપાતને રોકવા માટે અને લોકોની સુરક્ષા માટે આ પગલું ઉઠાવ્યું છે. સરકારી ચેનલ થકી ગત રાત્રે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ઇમરજન્સીનો નિર્ણય સંવિધાનની સમીક્ષા બાદ ઉઠાવ્યો છે. મુરસીએ કહ્યું કે આ પગલું ભરવા માટે તેઓ વિવશ થયા છે.

મુરસી રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલીવાર છે કે જ્યારે ઇજીપ્તમાં ઇમરજન્સી જેવા કડક પગલા ભરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો હિંસા ચાલું રહી તો તેમણે દેશને બચાવવા માટે કડક પગલાં ભરવા પડશે.

English summary
Thousands of Egyptian protesters ignored a curfew on Monday to take to the streets in cities along the Suez canal, defying a state of emergency imposed by Islamist President Mohamed Mursi to end days of violence that has killed at least 51 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X