બોમ્બ હુમલાની ધમકી બાદ ખાલી કરાવાયું એફિલ ટાવર!

સમાચાર એજેન્સી 'શિન્હુઆ'ના જણાવ્યા અનુસાર અજાણ્યા વ્યક્તિએ એક ટેલિફોન બુથ પરથી પોલીસને બોમ્બ હુમલાની ચેતવણી આપી હતી. પોલીસે સાંજે લગભગ સાડા છ વાગ્યે પરિસરમાંથી લોકોને ત્યાંથી હટી જવા જણવ્યું, એક કલાકથી પણ ઓછા સમયમાં પરિસરમાં લગભગ 1500 જેટલા પર્યટકો અને કર્મચારિઓને હટાવી દેવામાં આવ્યા.
ફ્રેંચ ભાષામાં આ ટાવરનું નામ 'લા ટાવર એફિલ' છે. પોલીસે ધમકીભર્યા ફોન બાદ તુરંત બોમ્બને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી. બોમ્બની શોધ માટે પોલીસે કૂતરાઓને પણ છોડ્યા પરંતુ બોમ્બ મળી આવ્યો નહીં. બાદમાં પોલીસે તેને અફવા જાહેર કરી.












Click it and Unblock the Notifications
