બાંગ્લાદેશમાં આઠ માળની બિલ્ડિંગ ઢળી પડતાં 70ના મોત

ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે હજારો લોકો અંદર ફસાયેલા છે અને કદાચ તેમાં કેટલાક લોકો મોતને ભેટી ચૂક્યાં છે. અમે સતત બચાવ અભિયાન ચલાવી રહ્યાં છીએ. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 500 લોકોને ઇજા પહોંચી છે અને તેમની સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં છે.
એક પ્રત્યક્ષદર્શીએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે બિલ્ડિંગમાં તિરાડ જોવા મળી હતી અને લગભગ ખૂણેથી ધ્વસ્ત થઇ ગઇ હતી. ટેલિવિઝન ફૂટેજમાં બચાવકર્મીઓ તળિયે પાણીની બોટલો અને સુકો ખોરાક નાખતાં જોવા મળે છે જ્યાં ઘણા લોકો ફસાયેલા છે.
એક ટીવી ચેનલમાં એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે જોરદાર ધમાકો થયો અને બિલ્ડિંગ ઢળી પડ્યો. બચાવ અને રાહત કાર્યો માટે સેનાના જવાનોને બોલાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન શેખ હસીનાએ અધિકારીઓને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
