વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર અમીરાતના અનોખા માહોલ-મનોરંજનનો લુત્ફ ઉઠાવો અને એડવેન્ચરસ બનો

સંયુક્ત આરબ અમીરાતના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે દુનિયાભરના લોકોને જિજ્ઞાસુ બનાવી રાખવા માટે એક નવી પહેલની શરૂઆત કરી છે.

સંયુક્ત આરબ અમીરાતના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે દુનિયાભરના લોકોને જિજ્ઞાસુ બનાવી રાખવા માટે એક નવી પહેલની શરૂઆત કરી છે. #StayCurious નામના આ પ્લેટફોર્મ દ્વારા અબૂ ધાબી પ્રશાસન શિક્ષણ અને મનોરંજન સાથે જોડાયેલ ઘણા પ્રકારના પાસાં શરૂ કર્યા છે. #StayCurious એક નવુ વર્ચ્યુઅલ એક્સપ્લોરેશન પ્લેટફોર્મ છે, જે દુનિયાભરના લોકોને 360 ડિગ્રી અનુભવવાળા અમીરાતના અનોખો માહોલ અને ત્યાંની મહેમાનગતિનો ઈન્ટરેક્ટિવ મોકો આપશે. આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ લોકોને આરામથી પોતાના ઘરોમાં બેઠા બેઠા ખુશી, શાનદાર વિચારો અને નૉન સ્ટૉપ મનોરંજનની દુનિયાની સેર કરાવશે.

abudhabi

લૉકડાઉન અને પ્રતિબંધોને કારણે દુનિયા ફરવાનુ જ્યારે મુશ્કેલ બની ચૂક્યુ છે ત્યારે #StayCurious દુનિયાભરના લોકોને પાંચ સ્તંભો દ્વારા પોતાની જિજ્ઞાસા જગાડવા અને તે મુજબ શીખતા રહેતા અને નવી નવી વસ્તુઓ શોધવાનો મોકો આપી રહ્યુ છે. યાદ રાખો કે આ અનુભવ ભવિષ્યમાં બહુ કામ આવવાનો છે.

એડવેન્ચરસ બનોઃ આ વર્ચ્યુઅળ હબ વિઝિટર્સને ઘરે બેઠા અબૂ ધાબીની સેર કરવા અને ત્યાંના મુખ્ય સ્થળોને જોવા જેવો અનુભવ આપશે. તે અમીરાતના ખુશનુમા માહોલનો અનુભવ કરાવશે તેમજ ત્યાંના ઈતિહાત અને વારસાની દુુનિયામાં પણ લઈ જશે.

મહેમાનગતિનો લુત્ફ ઉઠાવોઃ અમીરાતના ટૉપ શેફના કુકિંગ વર્કશોપ અને માસ્ટરક્લાસની સીરિઝ દ્વારા અબૂ ધાબીના સ્વાદિષ્ટ ભોજનનો પોતાના ઘરે બેઠા આનંદ લો.

જાણકાર બનોઃ યુઝર્સને મોટી સંસ્થાઓ જેવી કે ગ્રો વિથ ગૂગલ (Grow with Google), કોર્સેરા (Coursera, અમીરાતના ઈતિહાસ અને મકટાબા ડિજિટલ લાઈબ્રેરીની વર્ચ્યુઅલ કોર્સની સીરિઝ અને શિક્ષણ સામગ્રી મળી રહેશે.

ક્રિએટીવ બનોઃ આ પ્લેટફોર્મ દર્શોને અબૂ ધાબીના સાંસ્કૃતિક અને પર્યટન વિભાગ તરફથી હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલ 'CulturAll' દ્વારા અબૂ ધાબીની ઉન્નત સંસ્કૃતિનો અનુભવ કરવાનો મોકો આપશે.

મનોરંજન કરતા રહોઃ અબૂ ધાબીની સંસ્ક઼તિ અને પર્યટન વિભાગ અને તેના પાર્ટનર આવનારા સપ્તાહમાં વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ અને એક્ટિવેશન્સની એક સીરિઝ લૉન્ચ કરવા જઈ રહ્યા છે. જે હબને દર્શકોને તેમના ઘરે બેઠા જ મનોરંજન પૂરુ પાડશે અને તેમના આમાં વ્યસ્ત રાખશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X