For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપીયન સંઘને નોબલ શાંતિ પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

european union
ઓસ્લો, 12 ઓક્ટોબર: સંકટમાં ઘેરાયેલા યુરોપીય સંઘને શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. હાલમાં ભલે આ સંઘ સંકટોના દૌરમાંથી પસાર થઇ રહ્યું પરંતુ તેણે દ્વિત્તિય વિશ્વયુદ્ધની યાતનાઓનો સામનો કર્યા બાદ પણ તેણે અડધી સદી કરતા પણ વધારે સમય સુધી શાંતિ બનાવી રાખી છે.

નોબેલ સમિતિના અધ્યક્ષ થોરજોએરન જગલેન્ડે ઓસ્લોમાં જણાવ્યું હતું કે 'સંઘ અને તેના પૂર્વ અધિકારીયોએ છો દાયકાથી વધારે સમયસુધી યુરોપમાં શાંતિને આગળ વધારવા, મેલ-મિલાપ, લોકતંત્ર અને માનવઅધિકારમાં મહત્વનું યોગદાન આપ્યું છે.'

તેમણે આ વર્ષના શાંતિ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે '70 વર્ષથી વધારેના સમયગાળા દરમિયાનમાં જર્મની અને ફ્રાંસે ત્રણ યુદ્ધ લડ્યા. આજે જર્મની અને ફ્રાંસની વચ્ચે યુદ્ધની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જે દર્શાવે છે કે સારા લક્ષ્યોનો પ્રયાસ અને એકમેકમાં વિશ્વાસ કાયમ કરવાથી ઐતિહાસિક દુશ્મન પણ ગાઢ મિત્ર બની શકે છે.'

English summary
The 2012 Nobel Peace Prize was awarded Friday to the European Union (EU) "for over six decades contributed to the advancement of peace and reconciliation, democracy and human rights in Europe".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X