For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 કેરેટ સોનાનું વડાપાઉ ખાધુ છે ક્યારેય? નહીં, તો અહીં મળે છે!

O'Pao નામની દુબઈની રેસ્ટોરન્ટ તેની એક નવી વાનગીને કારણે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં રેસ્ટોરાંએ 22 કેરેટનું વડાપાઉ લોન્ચ કર્યુ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વડાપાઉની તસવીર શેર કરી છે.

|
Google Oneindia Gujarati News

O'Pao નામની દુબઈની રેસ્ટોરન્ટ તેની એક નવી વાનગીને કારણે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં રેસ્ટોરાંએ 22 કેરેટનું વડાપાઉ લોન્ચ કર્યુ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વડાપાઉની તસવીર શેર કરી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું કે, અમે વિશ્વનું પ્રથમ 22 કેરેટ વડાપાઉ લોન્ચ કર્યુ છે. ઈન્ટરનેટ યુઝર્સ વડાપાઉનું પેકેજીંગ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

સોનાના વડા પાઉ બનાવવા માટે વડાને બટર અને પનીરથી ભરવામાં આવે છે. તે પછી બટરમાં ડુબાડવામાં આવે છે, જે પ્રવાહી સોના જેવું લાગે છે અને પછી તેને ગરમ તેલમાં તળવામાં આવે છે. વડાપાઉને શણગારેલા બટાકાની ફ્રાઈસ અને ફુદીના લીંબુપાણી સાથે ફેન્સી લાકડાની પેટીમાં પીરસવા આવે છે, ડ્રિક ગ્લાસમાં પીવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વડાપાઉના ફોટા સાથે રેસ્ટોરન્ટે લખ્યું, વિશ્વનું પ્રથમ 22 કેરેટ વડાપાઉ લોન્ચ કરતા ખૂશી અનુભવીએ છીએ.

22 કેરેટ વડાપાઉનો ભાવ શું છે?

22 કેરેટ વડાપાઉનો ભાવ શું છે?

સોનાના વડાપાઉનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયા છે અને કોમેન્ટમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વડપાઉની કિંમત AED 99 એટલે કે અંદાજે 1,968 રૂપિયા છે.

વડાપાઉ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે

વડાપાઉ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે

તમને જણાવી દઈએ કે વડાપાઉ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે. પાઉ બ્રેડના હોય છે. પાઉ પર મસાલેદાર ચટણી લગાવવામાં આવે છે અને પછી તેમાં બટાકામાંથી બનાવેલ વડા ઉમેરવામાં આવે છે. મુંબઈગરાઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મહારાષ્ટ્રમાં તેને ગરીબોનો ખોરાક પણ માનવામાં આવે છે. કારણ કે તે ખૂબ જ સસ્તું છે અને તે ઝડપથી પેટ પણ ભરે છે.

English summary
Ever eaten a head of 24 carat gold? If not, get here!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X