લંડનની હોટલમાં બ્લાસ્ટ, માંડ-માંડ બચ્યા ઝરદારી
લંડન, 22 નવેમ્બર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બાલ-બાલ બચી ગયા. બ્રિટેનની રાજધાની લંડન સ્થિત જે ફાઇવસ્ટાર હોટલમાં તેઓ રોકાયા હતા, તે હોટલમાં આજે સવારે જોરદાર બ્લાસ્ટ થઇ ગયો. પરંતુ સારી વાત એ રહી કે બ્લાસ્ટમાં ઝરદારી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યા.

ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. જે સમયે આ ઘટના ઘટી તે સમયે હોટલમાં તેઓ હાજર ન્હોતા. આ હળવો વિસ્ફોટ હોટલના બેસમેંટમાં બનેલા રસોઇ ઘરમાં થયો હતો.












Click it and Unblock the Notifications
