ફેસબૂક ડેટા લીક: બીજા દિવસે થયી માર્ક ઝુકરબેર્ગ ની પૂછપરછ

Posted By:
Subscribe to Oneindia News

ફેસબૂક ડેટા લીક મામલે ફેસબૂક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ની બીજા દિવસે પણ અમેરિકી સેનેટ ઘ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે માર્ક ઝુકરબર્ગ અમેરિકી સેનેટ સામે ડેટા લીક મામલે ઘણીવાર માફી માંગતા જોવા મળ્યા. જયારે માર્ક ઝુકરબેર્ગ ને પૂછવામાં આવ્યું કે તમે લોકોને ભરોષો અપાવી શકો છો કે ફેસબૂક પર કોઈ પણ એપ યુઝર ડેટા ખોટી રીતે ઉપયોગ નથી કરી રહ્યું. તેના જવાબમાં ઝુકરબર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફેસબૂકમાં એપની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ તેને ઠીક કરવામાં ઘણી મહેનત કરી રહ્યા છે.

facebook data leak

ફેસબૂક પૂર્વ કર્મચારી એલેક્ઝેન્ડર કોંગેન વિશે જણાવતા માર્કને પૂછવામાં આવ્યું કે પહેલા તેમને જણાવ્યું કે તેઓ ડેટા નથી વેચી રહ્યું પરંતુ ત્યારપછી તેમને ડેટા વેચ્યા. આખરે ફેસબૂકથી કોણ બચાવશે. તેના જવાબમાં માર્ક ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2014 પછી તેઓ ઘણા બદલાવ કરી રહ્યા છે. ફેસબૂક પર કરોડો એપ યુઝ કરવામાં આવે છે. તેમને આગળ જણાવ્યું કે તેઓ કંપનીઓને યુઝર સુધી પહોંચવા માટે રસ્તો આપે છે પરંતુ યુઝરનો ઍક્સેસ આપતા નથી. તેમને એવી પણ સુવિધા રાખી છે કે યુઝર કઈ પ્રકારની એડ જોવા માંગે છે તેના માટે તેઓ ટાર્ગેટ ઓપશન ઉપયોગ કરી શકાય છે.

માર્ક ઝુકરબર્ગને જયારે પૂછવામાં આવ્યું કે તમે ઓડિયો ટ્રેક કરો છો, તો તેના જવાબમાં તમને કહ્યું કે તેઓ ઓડિયો ટ્રેક નથી કરતા. માઈક્રોફોન ફક્ત કોલિંગ માટે ઉપયોગ લેવાય છે માર્ક ઝુકરબર્ગને જયારે પૂછવામાં આવ્યું કે તમે લોગઆઉટ થયા પછી પણ અમને ટ્રેક કરો છો. તો તેના જવાબમાં તમને કહ્યું કે તમે તેને પણ કંટ્રોલ કરી શકો છો અને માર્ક ઘ્વારા આ સવાલનો સીધો જવાબ આપવામાં આવ્યો નહીં. જેના કારણે સવાલો ઉભા થવા લાગ્યા કે શુ લોગ આઉટ થયા પછી પણ ફેસબૂક તમને ટ્રેક કરે છે?

ફેસબૂક પર બ્રાઉઝિંગ હિસ્ટ્રી વિશે જયારે માર્ક ઝુકરબર્ગને પૂછવામાં આવ્યું કે શુ યુઝર પોતાનો આખો ડેટા ડાઉનલોડ કરી શકે છે. તો તેના જવાબ પર માર્ક ઝુકરબર્ગ ઘ્વારા સીધો જવાબ આપવામાં નહીં આવ્યો. તેમને જણાવ્યું કે તમે બધી જ જાણકારી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ તેમને બ્રાઉઝિંગ હિસ્ટ્રી વિશે કઈ પણ કહ્યું નહીં.

English summary
Facebook Data Leak Mark Zuckerberg second day of interrogation in US seneate. He answers many question apologies for many times.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.