For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક હેકઃ 12 કરોડ યૂઝર્સના પ્રાઈવેટ મેસેજ-ઈમેલ, ફોન નંબરની ચોરી

12 કરોડ ફેસબુક યૂઝર્સના પ્રાઈવેટ મેસેજ-ઈમેલ, ફોન નંબરની ચોરી

|
Google Oneindia Gujarati News

હેક્સે વધુ એકવાર ફેસબુકને ટાર્ગેટ બનાવ્યું. બીબીસીની રિપોર્ટ મુજબ હેકર્સે 12 કરોડ અકાઉન્ટના પ્રાઈવેટ મેસેજની ચોરી કરી છે અને તેમાંથી 81 હજાર મેસેજને જાહેર કરી દીધા છે, જેથી કરીને યૂઝર્સ પાસેથી પૈસા વસૂલી શકે. હેકર્સના હાથમાં જે ડેટા લાગ્યો છે તે મોટાભાગના યૂક્રેન અને રશયાના યૂઝર્સનો છે, પરંતુ બ્રિટેન, અમેરિકા અને બ્રાઝીલ સહિત અન્ય કેટલાય દેશોના ફેસબુક યૂઝર્સના પ્રાઈવેટ મેસેજ પણ ચોરી કરવામાં આવ્યા છે. પાછલા મહિને હેકર્સે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના ત્રણ કરોડ યૂઝર્સના પ્રાઈવેટ ડેટાની ચોરી કરી હતી.

ઈમેલ અને ફોન નંબરની પણ ચોરી

ઈમેલ અને ફોન નંબરની પણ ચોરી

હેકર્સ માત્ર કરોડો ફેસબુક યૂઝર્સના ડેટા જ નથી ચોર્યા, બલકે તેને માત્ર 10 સેન્ટ (6.50) રૂપિયામાં વેચી પણ રહ્યા છે. બીબીસીની આ રિપોર્ટ બાદ સાયબર સિક્યોરિટી કંપનીએ તપાસ કરતા જણાવ્યું કે ડિજિટલ શેડો હેકર્સ પાસે 1,76,000 યૂઝર્સના ઈમેલ અને ફોન નંબરનો ડેટા પણ છે. રિપોર્ટ મુજબ 81,000થી વધુ પ્રાઈવેટ મેસેજને ઓનલાઈન પબ્લિશ કરી દેવામાં આવ્યા છે. બીબીસી રશિયાએ હેકર્સનો શિકાર થયેલ ફેસબુક યૂઝર્સને જ્યારે પૂછ્યું તે તેમણે સ્વીકાર કરતા કહ્યું કે એમના ડેટાની ચોરી થઈ છે. હેકર્સે કેટલાય મેસેજ પબ્લિશ કરી દીધા છે, જેમાં બે લોકો વચ્ચેની વાતચીતથી લઈને તસવીરો પણ સામેલ છે.

કોને દોષી ઠેરવવામાં આવે?

કોને દોષી ઠેરવવામાં આવે?

બીબીસીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે બની શખે છે કે પર્સનલ શોપિંગ આસિસ્ટેન્ટ, બુકમાર્કિંગ એપ્લિકેશન અને મિની-પઝલ ગેમથી લઈને ક્રોમ, ઓપેરા અને ફાયરફૉક્સ જેવા થર્ડ પાર્ટીના હાથમાં પણ આવો ડેટા લાગ્યો હોય. ફેસબુકનું માનીએ તો આ પ્રકારના એક્સટેંશન જે છાનામાના રીતે યૂઝર્સની એક્ટિવિટી પર નજર રાખે છે અને બાદમાં એમની પ્રાઈવેટ વાતચીતને હેક કરી હેક્સ સુધી પહોંચાડી દીધી.

ફેસબુકે રિપોર્ટ ફગાવ્યો

ફેસબુકે રિપોર્ટ ફગાવ્યો

જો કે ફેસબુકે ડેટા ચોરી થઈ હોવાના અહેવાલને ફગાવી દીધો છે. ફેસબુકે કહ્યું કે કોઈપણ સિક્યોરિટીની સાથે સમજૂતી નથી કરવામાં આવી. ફેસબુક મુજબ ડેટા કદાચ ખરાબ બ્રાઉઝર એક્સટેંશનના માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ફેસબુકમાંથી ડેટાની ચોરી થઈ હોય. આ વર્ષે મે મહિનામાં ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ ગ્લોબલ સાયન્સ રિસર્ચથી ડેટા પ્રાપ્ત કર્યો જે ડેટા ફેસબુકમાંથી ચોરી કરવામાં આવ્યો હતો.

‘બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ ‘બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ

English summary
Facebook hack: Private messages from 81,000 accounts published online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X